________________
૧૩
સૂચના આપવાની હાય....આવા કામેાની છૂટ હતી તેના આ ‘નિસિહી'થી નિષેધ થાય છે. પૂજા ન કરવી હોય તે ખીજી નિસિહી રંગમ’ડપમાં પ્રવેશ કરતાં ખેલવી અથવા પ્રદક્ષિણા ફર્યા બાદ ખેલવી.
(:) નિસિહી : પ્રભુજીની અંગપૂજા અને અગ્રપૂજા કરી સ્વસ્તિક (અષ્ટમંગલ) કાઢયા પછી ચૈત્યવંદન (ભાવપૂજા) કરતાં પહેલાં કહેવાની છે. હવે દ્રવ્યપૂજા સંબંધી કોઈ વિચાર કરવાને નિષેધ આ નિસિહીથી થાય છે. અથવા મન, વચન, કાયાથી તે તે વિષયના ત્યાગ કરવા માટે તે તે સ્થાને ૩-૩ વાર નિસિહી કહેવાથી પણ ત્રણ ૪ નિસિહી ગણાય છે.
મુનિરાજો કે પૌષધનતધારી શ્રાવકોને દ્રવ્યપૂજા કરવાની હેતી નથી, તેથી મુખ્યદ્વારમાં પ્રવેશ કરતાં પહેલી નિસિહી એકવાર અથવા ત્રણ વાર કહેવાની હાય છે. બીજી નિસિહી રગમ'ડપમાં પ્રવેશ કરતી અને ત્રીજી નિસિહી ચૈત્યવદન પહેલાં ખેલવાની હાય છે.
* ૨. પ્રદક્ષિણાત્રિક :
૩
દેરાસરની કે ગભારાની આજુબાજુ ભમતીમાં પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા દેતાં પ્રદક્ષિણાના ત્રણ દુહા બેલવા. પ્રદક્ષિણા શા માટે ? આપણા આત્મા સ’સારની ચાર ગતિમાં ચારાશી લાખ ચેનીમાં અનતકાળથી અન ત જન્મમરણ કરતા ભટકી રહ્યો છે, તે ભવભ્રમણના અંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-આ રત્નત્રયી ગુણની પ્રાપ્તિથી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org