________________
પ્રકાશકીય
જનમાનસના જ્ઞાતા, આત્મજાગૃતિના ઉદ્દગાતા, સૂક્ષ્મતત્વચિંતક, પરમશ્રદ્ધેય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ વ્યાવહારિક વિચારધારાને જૈન ટચ આપવાનો સબળ અને સફળ પુરુષાર્થ કર્યો. પ્રભુશાસનના અવ્વલ કોટિના સિદ્ધાંતો રોજબરોજની વિચારધારામાં વણાય તો લોકોનું વિચારધોરણ ઊંચું આવે, તેથી નૈતિક જીવનધોરણ પણ ઊંચું આવે અને વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રિય ચારિત્ર્ય પણ વિકસે. આધ્યાત્મિક શિક્ષણ શિબિરો, વૈરાગ્યમય પ્રવચનો, ચાંદનીના રેલાતા પ્રકાશમાં લખાતાં પ્રેરણાના ઉજાશને ફેલાવતા લેખો અને પુસ્તકો આદિના માધ્યમે પ્રભુશાસનના સિદ્ધાંતને હળવાફુલ બનાવીને જનમાનસમાં ઉતારવાનો પૂજ્યશ્રીએ સક્ષમ પ્રયત્ન કર્યો છે.. | પ્રસ્તુત "સચિત્ર તત્ત્વજ્ઞાન બાલપોથી"માં પણ દેવ-ગુરુ-ધર્મ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-જીવવિચાર-નવતત્ત્વ આદિ ઉપયોગી તત્ત્વોને તન બાલભોગ્ય ભાષામાં પૂજ્યશ્રીએ ગળે શિરાની જેમ આપણા મનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. રોજબરોજ બનતી ઘટનાઓના ચિત્રણ દ્વારા જિનશાસનના તત્ત્વોને સમજાવવાનો પ્રાય: આ પ્રથમ પ્રયાસ હશે. ત્યાર પછીના તમામ પ્રયાસો પ્રાયઃ આ પુસ્તક પરથી પ્રેરણા લઈને થયા હોવાની સંભાવના છે. આજથી ૩૨ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ તૃતીય આવૃત્તિ બાદ સર્જાયેલ શૂન્યાવકાશને દૂર કરવાનો અમે આ એક નમ્ર પ્રયાસ કર્યો છે.
પ્રસ્તુત પ્રકાશનમાં પ. પુ. વૈરાગ્યદેશનાદશ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી. સંચમબોધિવિજયજી મ.સા.નું અમને સબળ માર્ગદર્શન મળ્યું છે. પૂજયશ્રીના કલ્પનાચિત્રોને ફરીથી સજીવન કરવામાં ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વિજયભાઈ શ્રીમાળીએ ઘણી જહેમત ઉઠાવી છે. પ. પૂ. તાર્કિકાગ્રણી આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયસુંદરસૂરિજી મહારાજ સાહેબે 'અનુમોદના" આમુખ લખી આપીને તથા પરિમાર્જિત લખાણને નજર તળે પસાર કરીને પુસ્તકની ઉપાદેયતામાં ઉમેરો કરેલ
પુસ્તક પ્રકાશન શક્ય બનાવવા આર્થિક સહયોગ આપનાર અનામી દાતાશ્રીઓને કેમ ભૂલી શકાય ? શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જૈન સંઘે પણ જ્ઞાનનિધિમાંથી સુંદર લાભ લીધો છે. સહયોગી તમામનો અંત:કરણથી આભાર...
આધ્યાત્મિક સમજણની દૃષ્ટિએ બાલપણામાં રહેનાર તમામ જીવોને આધ્યાત્મિકતાની સીડીઓ ચડાવવામાં સહાયક બનનાર આ પુસ્તકના અભ્યાસથી સહુ જીવો સમ્યજ્ઞાનનો પ્રકાશ પામી આત્મકલ્યાણ સાધો એ જ શુભાભિલાષા. .
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી
કુમારપાલ વી. શાહ ar ddatior bolgab
For Private & Personal Use Only
www.jainelibrary.org