________________
આસવનો ત્યાગ કરી સંવરનું આચરણ કરાય એટલે નવા કર્મ આવતા અટક્યા. નિર્જરાના ભેદોને આચરતા આચરતા જૂના કમી નાશ પામી જાય. પછી આત્મા સર્વકર્મથી રહિત બને એનું નામ મોક્ષ...
- જે કારણોથી સંસાર ચાલે છે કે લંબાય છે, તેનાથી વિરુદ્ધ કારણ સેવતાં સંસાર જરૂર અટકે અને મોક્ષ થાય, જેમ બહુ ઠંડા પવનથી શરદી લાગી હોય તે ગરમી સેવવાથી મટી સ્વસ્થતા મળે છે.
પરંતુ અનાદિકાળથી થયેલો આત્મા અને કર્મનો સંયોગ કેવી રીતે છૂટો પડે ? જેમ ખાણમાંથી નીકળેલું સોનું એની હયાતીથી માંડીને (પરાપૂર્વથી) માટી સાથે ભળેલું હોય છે છતાં તે એના પર ખાર, અગ્નિ વગેરે પ્રયોગથી ચોખ્ખ-સો ટચનું સોનું બને છે. તેમાં સમ્યકત્વ, સંયમ, જ્ઞાન, તપસ્યા વગેરેથી અનાદિથી મેલો કર્મથી ભરેલો આત્મા પણ તદ્દન શદ્ધ અને મુક્ત બને છે. કર્મના સંયોગથી સંસાર છે તો કર્મ દૂર થવાથી મોક્ષ થાય છે, પછી કદાપિ કર્મ બંધાય નહિ, સંસાર ઊભો થાય નહિ.'
સંસારમાં વારંવાર જન્મવું પડે, મરવું પડે, નરકમાં ય જવું પડે. કતરા, બિલાડા, ગીધડા, કીડા, કીડી-મંકોડા, ઝાડ-પાન, પૃથ્વી વગેરે કાંઈ કાંઈ થવું પડે. કેટલા દુ:ખ ! કેટલી ઘોર તકલીફ ! કેવું આત્માનં ભયંકર અપમાન ! સંસારમાં શરીર છે માટે ભૂખ લાગ, તરસે લાગે, રોગ આવે, શોક થાય, દરિદ્રતા, અપમાન, ગુલામી, વિટંબણા, ચિંતા, સંતાપ વગેરે દુઃખ, દુઃખ ને દુઃખ આવે.
મોક્ષમાં શરીરનું વળગણ જ હોતું નથી. એકલો અરૂપી શુદ્ધ આત્મા હોય છે, એટલે કોઈ દુઃખ નહિ. એકલું સુખ-અનહદ અનંત સુખ હોય છે. ત્યાં કોઈ શત્રુ નહિ, કોઈ જ રોગ નહિ, કોઈ ઉપાધિ નહિ, કોઈ ઈચ્છા જ નહિ માટે અનંત સુખ....
પ્રશ્ન - મોક્ષમાં ખાવા-પીવાનું, હરવા, ફરવાનું કે કશું કરવાનું નહિ તો સુખ શું ?
ઉત્તર - ખાવું પડે, પીવું પડે, કરવું પડે એ તો બધી ઉપાધિ છે. એ ભૂખ, તરસ, જરૂરિયાત વગેરેની પીડામાંથી જન્મે છે. મોક્ષમાં કોઈ પીડા જ નથી તો શા માટે ઉપાધિ હોય ? શા માટે તૈયાબળાપા હોય ? ત્યાં તો અનંત એવું કેવલજ્ઞાન છે. એ જ્ઞાનમાં આખું જગત રખાયા કરે...
અનંતા આત્મા મોક્ષમાં ગયા છે, એ સિદ્ધ ભગવંતો કહેવાય. કોટિ કોટિ નમસ્કાર એ સિદ્ધ ભગવંતોને...
પર કલીક કે જિત, સંતાપ વગેરે કોઈ દુખ નહિ.
૪૭
SE Day
www.jainelibrary.org