________________
ધ
જેમ કેદી દોરડાથી ઉપર-નીચે-વચમાં બંધાઈ જાય છે તેમ સંસારી જીવ સંપૂર્ણપણે ચારેબાજુથી કર્મથી બંધાય છે એટલે એને કાયાની કેદમાં (જેલમાં) પૂરાવું પડે છે, ચાર ગતિમાં ભમવું પડે છે. સારા ભાવથી પુણ્યકર્મ બંધાય (સોનાની બેડી) અને ખરાબ ભાવથી પાપકર્મ બંધાય (લોઢાની બેડી). બંને આત્માને સંસારમાં બાંધે છે.
લોઢાના ગોળાને તપાવતા અગ્નિ એકમેક થઈ જાય છે, દૂધમાં પાણી રેડતા બંને એકરૂપ થઈ જાય છે તેમ આત્મામાં કર્મ એકરૂપ થઈ જાય છે. કર્મ એકરૂપ થતાંની સાથે જ કર્મનો સ્વભાવ (પ્રકૃતિ - જીવ પર પડનારો પ્રભાવ) કાળ (સ્થિતિ-કેટલો સમય રહેશે?) તીવ્ર-મંદ રસ (તેની અસર કેટલી થશે?) અને પ્રમાણ (Quantity-જથ્થો-પ્રદેશ) નક્કી થઈ જાય છે. એને કર્મના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવાય છે.
સુંઠ વગેરેનો (સૂંઠ, ગોળ, ઘી આદિ એકરૂપ કરીને) લાડુ બનાવ્યો હોય તો તેની પ્રકૃતિ (સ્વભાવ) જેમકે વાય (ગેસ) હરવાની, તેની સ્થિતિ - અમુક દિવસ સુધી ટકશે પછી બગડી જશે, એનો રસ તીખો, ગળ્યો અને તેમાં ૫૦-૧૦૦ ગ્રામ જેટલું પ્રમાણ - જથ્થો હોય છે.
ને એવી રીતે કર્મ બાંધતી વખતે કેવા ભાવથી કર્મ બાંધ્યું છે તેના આધારે કર્મના વિભાગ પડી જઈને કોઈની પ્રકૃતિ જ્ઞાનને રોકવાની, કોઈની શાતા- અશાતા (સુખ-દુઃખ) આપવાની તો કોઈની (રાગ-દ્વેષ મિથ્યાત્વ આદિ) મોહ કરાવવાની વગેરે પ્રકૃતિ નક્કી થાય છે તથા એમાં અમુક અમુક કર્મ-અણને ટકવાની અમુક કાલ-સ્થિતિ, તીવ્ર ચા મંદ રસ અને દરેક વિભાગમાં કર્મ-પુગલનો અમુક અમુક જથ્થો નક્કી થાય છે. કાળ પાકે ત્યારે (યોગ્ય સમય આવે ત્યારે) કર્મ તેવું-તેવું ફળ દેખાડે છે.
કર્મના સારા-નરસા ફળો ભોગવતા જીવ ગાંડો-ઘેલો થાય છે, અને ઈન્દ્રિયો, કષાયો, આરંભ, પરિગ્રહ વગેરે દ્વારા નવા નવા કર્મ બાંધે છે. પૂર્વકર્મ પણ એ જ રીતે બાંધેલા. આ ભાંજગડ (મથામણ) અનાદિકાલથી ચાલી આવે છે, એથી સંસાર અનાદિકાળથી ચાલે છે.
સારી ભાવના અને ધર્મસાધનામાં રહીએ તો કોઈ પાપ-કર્મ બંધાતા અટકે છે અને બાંધેલા કેટલાય પાપકર્મપુરમાં ફેરવાઈ જાય છે, કેટલાક પાપકર્મનો રસ ઘટી, પચકર્મનો રસ વધી જાય છે તો કેટલાક પાપકર્મ સર્વથા નાશ પામે છે. બધા જ પાપો સર્વથા નાશ પામે ત્યારે સંસારના જન્મ-મરણના ફેરાનો અંત આવે છે એટલે કે જીવ મોક્ષમાં જાય છે.
|| ૪૫ |
wanita