________________
સં
આસવથી આત્મામાં કર્મ ચોટે છે, એ આસવને અટકાવનારી, બંધ કરનારી, કર્મને રોકનારી જે પ્રવૃત્તિ તે સંવર કહેવાય.
એવા કર્મને રોકનારા સંવર મુખ્યત્વે ૬ છે.
(૧) સમિતિ (૨) ગુપ્તિ (૩) પરિષહ (૪) યતિધર્મ (૫) ભાવના અને (૬) ચારિત્ર,
(૧)
સમિતિ એટલે સારી રીતે સાવધાનીપૂર્વક - જયણા(કાળજી)વાળી પ્રવૃત્તિ. જેમકે (૩)ચાલવામાં જીવ ન મરે એની કાળજી (b) બોલવામાં હિંસક કે જૂઠું ન બોલાય તેની કાળજી(C) હિંસા, માયા, અહંકાર આદિ પાપો વિના ખાન-પાન આદિ જીવનજરૂરિયાતની સામગ્રી મેળવાય અને વપરાય તેની કાળજી(d)વસ્તુ લેવા-મૂકવામાં કે (૯)મલ-મૂત્રાદિ તજવાના સ્થાને પણ જીવ ન મરે તેવી કાળજી લેવી તે....
(૨) ગુપ્તિ એટલે અશુભ (ખરાબ-નઠારા) વિચાર, વાણી અને વર્તનને અટકાવી શુભ વિચાર,વાણી અને વર્તનમાં રમતા રહેવું.
Conne
(૩) પરિષહ એટલે ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ડાંસ, મચ્છર, રોગ-વેદના, અજ્ઞાન વગેરેને કર્મના નાશમાં સહાયક સમજી શાંતિથી સહન કરી લેવા, તેમજ સત્કાર, હોંશિયારી વગેરેમાં જરા પણ અહંકાર કે હર્ષ ન કરવો એ પણ પરીષહ...
(૫)
(૬)
યતિ-ધર્મ એટલે કે સાધુ ભગવંતોના જીવનમાં સહજપણે વણાઈ ગયેલ વર્તન. તે ૧૦ પ્રકારે - (૧) ક્ષમા (૨) નમ્રતા (વિનયશીલ થવું) (૩) સરળતા (૪) નિર્લોભતા (સામગ્રી કે સંયોગ પર આસક્તિ નહીં) (૫) સત્ય (૬) સંયમ(૭) તપ (૮) ત્યાગ (૯) અપરિગ્રહ, જરૂરતથી વધારે સામગ્રી રાખવી નહિ. અને (૧૦) બ્રહ્મચર્ય...
આ તત્ત્વ જેમ જેમ જીવનમાં વણાતા જાય તેમ કર્મ આવતા અટકે.
ભાવના એટલે વૈરાગ્ય, ભક્તિ, ઉદારતા આદિ ગુણો પેદા કરનાર સારૂં ચિંતન. દા.ત. જગતના બધા જ સંયોગો નાશવંત છે. જીવને દેવ-ગુરુ અને ધર્મ વિના કોઈનું શરણ નથી. સંસાર વિચિત્ર અને અસાર છે વગેરે... શાસ્ત્રોમાં અનિત્ય, અશરણ વગેરે ૧૨, મૈત્રી આદિ ૪ આદિ અનેક પ્રકારે ભાવનાઓ બતાવી છે.
ચારિત્ર એટલે પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરીને હિંસા આદિ પાપ પ્રવૃત્તિઓને છોડવી તે -
સામાયિક વગેરે...
પ્રભુભક્તિ - શાસનસેવા વગેરે ધર્મકાર્યમાં જોડાવાથી સાંસારિક પાપ પ્રવૃત્તિ જેટલી અટકે તેટલા પ્રમાણમાં સંવર થયો કહેવાય.
૪૧