________________
S = 0 6
Ꭶ
COUNT
Jain Education International
જીવને કોણે બનાવ્યો ? દુનિયા કોણે બનાવી?
જીવ નવો નથી બન્યો, એ આકાશની જેમ અનાદિકાળથી (જેની કોઈ શરૂઆત નથી તે અનાદિ) છે. જીવના કર્મ એના નવા નવા શરીર બનાવે છે પરંતુ કોઈ ઈશ્વર જીવ બનાવતો નથી. નવું તો શરીર બને છે, જીવ તો એનો એ જ રહે છે.
દુનિયા એટલે શું? જમીન, પર્વત, નદી, ઝાડ એ બધું ને ! એ બધું શું છે? એકેન્દ્રિય જીવના શરીર. તો એ પણ તે જીવોના કર્મથી બન્યા છે, કોઈ ઈશ્વરે બનાવ્યા નથી. તો આ શરીરો બનાવનાર કર્મ એટલે શું? કર્મ એ પણ સૂક્ષ્મ પુદ્ગલ (દ્રવ્ય) છે.
(જુઓ ચિત્ર નં. ૧, ૨, ૩) પવન ઘરમાં ધૂળ લાવે છે, હવા ચક્કીને ફેરવે છે, લોહચુંબક લોઢાને ખેંચે છે. ત્યાં ધૂળ લાવનાર, ચક્કી ફેરવનાર કે લોઢાને ખેંચનાર કોઈ ઈશ્વર છે? નથી ને !
એવી રીતે જીવના કર્મ જીવ પર શરીરના પુદ્ગલ ચોંટાડે છે. બાકી શરીર બનાવનાર કોઈ બ્રહ્મા નથી. (ચિત્ર-૪) કર્મ જીવને જુદી જુદી ગતિમાં ફેરવે છે, જીવની પાસે સુખ-દુઃખના સાધનો ખેંચી લાવે છે. જીવને સુખી-દુઃખી બનાવે છે. આ બધું કરનાર કોઈ ઈશ્વર નથી, પણ કર્મ છે. (ચિત્ર-૫)
કર્મથી જ નવા નવા શરીર, કર્મથી શેઠાઈ, કર્મથી પૈસા, કર્મથી બંગલો, કર્મથી બિમારી, કર્મથી બંધન, કર્મથી માર અને કર્મથી મોત વગેરે હોય છે.
એ કર્મ ક્યાંથી આવ્યા?
જીવ પ્રભુભક્તિમાં તરબોળ હોય, વૈરાગ્ય, જ્ઞાન, દાન, દયા, તપ વગેરેમાં રત હોય ત્યારે તેને શુભકર્મ (પુણ્ય)
ચોટે છે.
જીવ હિંસા, અસત્ય (જૂઠ), ચોરી, રંગરાગ, ખૂબ ધન ભેગું કરવાની ઈચ્છા કે ભેગું કરેલું સાચવી રાખવાની મૂર્છા રૂપ પરિગ્રહ વગેરેમાં આસક્ત હોય, ત્યારે તેને અશુભકર્મ (પાપ) ચોંટે છે.
દીવા પરનું ઢાંકણું તેના પ્રકાશને ઢાંકે છે તેમ જીવ પર રહેલા કર્મ જીવના જ્ઞાન, સુખ, શક્તિ વગેરેને ઢાંકી દે છે. પરંતુ ગુરુદેવના ઉપદેશ મુજબ ધર્મ કરવામાં આવે, ચારિત્ર લઈ ખૂબ ખૂબ તપ-ત્યાગ-સંયમ-સ્વાધ્યાય આદિ કરવામાં આવે તો તેના પ્રભાવે બધા જ કર્મોનો નાશ થાય અને જીવ પોતે શિવ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરમાત્મા બને છે એટલે કે મોક્ષ પામે છે. (ચિત્ર-૬)
૨૯
For Private & Personal Use Only
www.jalmellbrary.org