________________
જીવો બે પ્રકારના હોય છે. (૧) સંસારી અને (૨) મુક્ત (મોક્ષના). સંસારી એટલે ચાર ગતિમાં સંસરણ (ભ્રમણ) કરનારા, કર્મથી બંધાયેલા, કાયામાં કેદ પૂરાયેલા. મુક્ત એટલે સંસારમાંથી છૂટેલા - કર્મ અને શરીર વિનાના...
સંસારી જીવ બે પ્રકારના (૧) સ્થાવર અને (૨) ત્રસ.
સ્થાવર એટલે સ્થિર - પોતાની મેળે પોતાની કાયાને જરાય હલાવી ચલાવી શકે નહિ. તે દા.ત. ઝાડનો જીવ.
ત્રસ એટલે તેથી ઊલટા - સ્વેચ્છાથી હાલી-ચાલી શકે તે દા.ત. કીડી, મંકોડા, મચ્છર વગેરે.
સ્થાવર જીવોને માત્ર એક જ સ્પર્શન ઈન્દ્રિયવાળું (ચામડી જ ફક્ત) શરીર હોય છે. ત્રસ જીવોને એકથી વધુ એટલે કે બે થી પાંચ ઈન્દ્રિયવાળા શરીર હોય છે. એમાં કઈ એકેક ઈન્દ્રિય વધારે છે તેનો ક્રમ સમજવા માટે આપણી જીભથી ઉપર કાન સુધી જોવું. બેઈન્દ્રિયને ચામડી + જીભ (સ્પર્શન + રસન), તેઈન્દ્રિયને એમાં નાક (ઘાણ) વધારે, ચઉરિન્દ્રયને આંખ (ચક્ષુ) વધારે, પંચેન્દ્રિયને કાન (શ્રોત્ર) વધારે.
' (૧) એકેન્દ્રિય સ્થાવર જીવના પાંચ પ્રકાર-(૧) પૃથ્વીકાય (માટી, પત્થર, ધાતુ, રત્ન આદિ) (૨) અકાય (પાણી, બરફ, ધુમ્મસ, ઝાકળ વગેરે) (૩) તેઉકાય (અગ્નિ, વીજળી, દીવાનો પ્રકાશ આદિ) (૪) વાયુકાય (હવા, પવન, પંખા, એ.સી.ની ઠંડી હવા આદિ)(૫) વનસ્પતિકાય (ઝાડ, પાન, શાક, ફળ, ફૂલ, લીલ, ફૂગ વિગેરે
(બ) બેઈન્દ્રિયઃ કોડી, શંખ, જળો, અળસિયા, કરમિયા આદિ.... (ક) તેઈન્દ્રિય: કીડી, માંકડ, મકોડા, ઉધઈ, ઈયળ, કીડા, ધનેડા આદિ. (ડ) ચતુરિન્દ્રિય - ચઉરિન્દ્રયઃ ભમરા, ડાંસ, મચ્છર, માખી, તીડ, વીંછી આદિ. . . (ઈ) પંચેન્દ્રિય - નારક, તિર્યચ, મનુષ્ય, દેવ. નારક - ઘણા પાપકર્મ ભેગા થવાથી રાક્ષસોના (પરમાધામીના) હાથે સતત જ્યાં દુઃખી થવાનું તે. તિર્યંચ ૩ પ્રકારના - જલચર, સ્થલચર, ખેચર. જલચર-પાણીમાં જીવનારા માછલા, મગર વગેરે
સ્થલચર - જમીન પર ફરનારા - ગિરોલી, સાપ, વાઘ-સિંહ-વરૂ આદિ જંગલી પશુ અને ગાયકૂતરા વગેરે શહેરી પશુઓ.
ખેચર-આકાશમાં ઊડનારા - પોપટ, ચકલી, મોર આદિ પંખીઓ, ચામાચીડીયા.... મનુષ્ય - આપણા જેવા,
દેવ - ખૂબ પુણચકર્મ ભેગા થાય ત્યારે આપણી ઉપર દેવલોકમાં સુખની સામગ્રીથી ભરપુર ભવ મળે તે.
l
aringorg