________________
આપણે કોણ છીએ ? આપણે જૈન છીએ. ‘જેન એટલે ?’ જિનેશ્વર ભગવાનને માને તે જૈન. એમનું કહેલું બધું (મનફાવતું થોડું નહીં, બધું જ) માને તે જૈન. આપણે જૈન છીએ, ત્યારે ‘આપણે' એટલે કોણ ? “આપણે” એટલે શરીર નહિં. શરીર તો જડ છે. આપણે એટલે જીવ-આત્મા-ચેતન. શરીરને જ્ઞાન થતું નથી. જીવને જ્ઞાન થઈ શકે છે.
આપણને સુખ-દુઃખ થાય છે, જ્ઞાન થાય છે, સમજણ પડે છે, લાગણી થાય છે. આપણને ગુસ્સો આવે છે, અભિમાન જાગે છે, ક્ષમા-નમ્રતા રાખીએ છીએ, આપણને ઈચ્છા થાય છે, વિચાર આવે છે, આ બધું કોને થાય છે આત્માને, શરીરને નહીં. જે શરીરને થતું હોય તો મૃતદેહમાં બધી જ ઈન્દ્રિયો વિધમાન છે. તેને પણ સંવેદના થવી જોઈએ, તે થતી નથી કારણ કે ત્યાં શરીર છે, આત્મા નથી.
| આત્માંનું કેટલુંય ગયા જન્મોના કર્મ અને સંસ્કારને લીધે થાય છે માટે એકસરખી પરિસ્થિતિમાં પણ દરેક જીવના સુખ-દુઃખ, ક્રોધ, ક્ષમા વગેરેમાં ભેદ પડે છે, અલગ-અલગ પ્રકારના થાય છે. શરીર તો પુદગલ-માટીનું બનેલું છે. એને આમાંનું કાંઈ ન થાય. એને કાંઈ સુખ નહીં, દુઃખ નહીં, જ્ઞાના-ઈચ્છા-લાગણી વગેરે કશું થાય નહિ, મડદાને ક્યાં એમાંનું કશુંય થાય છે ? માટે શરીર પોતે જીવ નથી. આપણને સુખ-દુઃખ વગેરે થાય છે માટે આપણે જીવ છીએ, શરીરમાં કેદ પૂરાયેલા આત્મા છીએ. (પાંજરામાં પૂરાયેલા પંખીની જેમ). | જીવને આંખથી જોવું હોય તો તે જુએ, આંખ એની મેળે નથી જતી. જીવ પોતે ધારે તો હાથ પગને હલાવે કે શરીરને ગતિમાન કરે, નહિતર એ બિચારા પડ્યા રહે છે. તેથી જીવ, શરીરથી સ્વતંત્ર વ્યક્તિ છે, સ્વતંત્ર તત્ત્વ છે. | શરીર તો તે તે ભવમાં નવું બન્યું છે, જીવને કર્મસત્તાએ ભૂતની જેમ ચોંટાડયું છે, પરંતુ જીવ તો અનાદિકાળથી આ સંસારમાં ભટકતો આવ્યો છે. માટે જ કોઈકને પૂર્વજન્મયાદ આવે છે. આપણો જીવ ઝાડ, પણી, વાયુ, કીડા-મંકોડા, પશુ-પંખી વગેરે અવતારોમાં અનંતી વાર જઈ આવ્યો છે, એટલે કે તેવો બન્યો છે.
- અહિં આપણને મનુષ્ય શરીર મળ્યું છે, આ પણ ઘણાં ઘરડા માણસોની જેમ છૂટી જવાનું છે (એટલે કે આપણે પણ મરી જવાનું છે) અને ફરી જીવને પરભવમાં ક્યાંક જવું પડવાને છે. તેથી આ શરીરનો, ઈન્દ્રિયોનો મોહ ન રાખવો જોઈએ, તેની ટાપટીપ, સજાવટ ટેસથી ન કરવા જોઈએ, એની ખાતર પાપ ન કરવા જોઈએ. પાપ કરવાથી જીવને દુર્ગતિમાં જવું પડે, પાપનું ફળ-દુખ અવશ્ય ભોગવવું પડે છે.
૨૧