________________
માણસે પૃથ્વીને પદાર્થ રસાયણ... વગેરે ઘણી ઘણી રીતે પરિવર્તિત કરી નાખી છે, પરંતુ અફસોસની વાત એટલી છે કે એને અંતિમ ઉદ્દેશની જ ખબર નથી કે આ બધું શા માટે ? એવી આજની ભૌતિક શિક્ષાની દશા છે. ‘શા માટે એ શિક્ષા આપવી ? એથી અંતે શું સિદ્ધ કરવું છે ?' એનો ખ્યાલ નથી, વિચાર નથી. ત્યારે મહર્ષિઓએ જે આધ્યાત્મિક શિક્ષા આપી છે એ ચોક્કસ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે આપી છે ને તે એ છે કે એથી માણસ અહીં સાચો સુખી થાય અને અનંત જન્મોમાં ભટકતો આવેલો માનવ હવે ભવના બંધનોથી છૂટે, પુનઃ પુનઃ જન્મ-મરણની વિટંબણાઓથી મુક્ત થાય.
માણસ સુખી શી રીતે થાય ? શું લક્ષ્મી અને ઈન્દ્રિયોના વિષયો મળવાથી સુખી થાય છે ? શું પેટ ભરવાથી સુખી થાય ? આજે અમેરિકન માનસ શાસ્ત્રી કહે છે કે Man is not a belly, but a Brain માણસ પેટ નથી મગજ છે. પેટ નીરોગી તો માણસ સુખી એવો નિયમ નથી, પરંતુ જો મન નીરોગી તો માણસ સુખી એવો નિયમ છે. પેટ સારી રીતે ભરનારા આજે ઘણા શ્રીમંતો મનની કેટલીય ચિંતા-સંતાપોથી દુ:ખી છે, કેમકે એમનું મન નીરોગી નથી. આ જીવનમાં પણ સુખનો આધાર માણસના મન ઉપર છે. માટે માનવની વિશેષતા મનથી છે. માનવજાતને વિશેષ શું અપેક્ષણીય છે ? નીરોગી સ્વસ્થ તત્ત્વાનુસારી મન. એના પર મનુષ્ય આ જીવન અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરી શકે છે. તેથી જ એવા મનને સ્વસ્થ બનાવવા પાશ્ચાત્ય ચિંતકોએ પણ કંઈક વિચાર કર્યો છે. એક અમેરિકને Return to Religion' નામની ચોપડી લખી છે. એમાં એ કહેવા માગે છે કે ‘હું ધર્મમાં કેમ પાછો ફર્યો ?’ હું વીસ વર્ષની ઉંમર સુધી પિતાના દાક્ષિણ્યથી દેવળમાં જતો હતો, પણ મને એના પાદરીથી એકજ શાસ્ત્રની એકજ રાગમાં બોલાતી સમાન
Jain Education International
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org