________________
ત્યાગની પ્રતિજ્ઞા હોય છે, ત્યારે જ એ સંપૂર્ણ સમ્યફચારિત્રમાં આવે છે. એવી મહાપ્રતિજ્ઞા-મહાવ્રતના હિસાબે જૈન મુનિઓ કદી સંસારમાં પાછા ફરી શક્તા નથી. તેમ રસોઈ વગેરે પણ કરી શક્તા નથી. એમ માધુકરી ભિક્ષા પર નિર્વાહ કરે છે, અને એમાં પણ એમના નિમિત્તે બનાવેલ આહાર એ સ્વીકારતા નથી, કેમકે એ લેવામાં હિંસાનું અનુમોદન દેખે છે, અને તેથી મહાવ્રતને ક્ષતિ પહોંચવાનું સમજે છે. તાત્પર્ય, સમ્યગ્દર્શન પૂર્વકનો વિરતિભાવ એ જ સમ્યકક્યારિત્ર છે, અને એથી જ આત્માનું ઉત્થાન આગળ વધે છે. ગૃહસ્થને આની પ્રાપ્તિ માટે દેશથી વિરતિમાર્ગનો અભ્યાસ કરવાનો હોય છે.
જગત જો આ દેશવિરતિમાર્ગનો અભ્યાસ કરવા માંડે તો માનવસમાજને પરસ્પરને માટે પણ એ કેવું આશીર્વાદરૂપ કલ્યાણરૂપ બને ?
જૈનધર્મે આચારમાર્ગ અંગે આપેલી વિશેષતાઓની જેમ સિદ્ધાંત અંગે પણ વિશેષતાઓ આપી છે. જેમાં એક મુખ્ય છે સ્યાદવાદ અનેકાંતવાદનો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત વસ્તુમાં ભિન્નભિન્ન અપેક્ષાઓ ઘટતા અનેક પરસ્પર વિરોધી ધર્મોને
સ્વીકારે છે, તેથી એને સાપેક્ષવાદ પણ કહે છે, અને એની આ વિશેષતા છે કે એ દરેક દર્શનના મંતવ્યોને ન્યાય આપે છે. દા.ત. બૌદ્ધ દર્શન આત્માને એકાંતે ક્ષણિક માને છે. ત્યારે ન્યાયાદિ દર્શન આત્માને એકાંતે નિત્ય માને છે. અહીં જૈન દર્શન કહે છે કે આત્મા પર્યાયની અપેક્ષાએ ક્ષણિક-અનિત્ય પણ છે. તેમજ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય પણ છે. એમ આત્મા નિત્યાનિત્ય હોઈને એમાં નિત્યતાનો કે અનિત્યતાનો એકાન્ત નહિ કિન્તુ અનેકાન્ત છે, સ્વાવાદ છે. આમ દર્શનોની ભિન્નભિન્ન દૃષ્ટિઓનો જૈનદર્શન સમન્વય કરે છે.
ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org