________________
માટે જ, મનની આ ખાસિયતને પરખી લઈ એને જરાય નવરું ન મૂકતાં સારું જોવાનું સારું બોલવા-સાંભળવાનું કે સારું વિચારવાનું આપ્યા જ કરવું. માનસશાસ્ત્રીને ગુમાન કેમ ઊતરી ગયું?
પેલો અમેરિકન લેખક કહે છે કે મેં નવરા પડ્યા એમજ બાઈબલનું એક પાનું વાંચ્યું, એ વાંચતા મારા મનને ચમત્કાર થયો. મેં જોયું કે અરે આ શિખામણ તો મેં મારા દરદીને આપેલી છે. પછી વળી બીજું પાનું વાંચ્યું તો એમાં પણ એવું જ નીકળ્યું. એમ બીજાં બીજાં પાનાં જોતાં હું જે શિખામણો મારા સ્વતંત્ર ફુરણાઓ તરીકે લોકોને આપતો અને ગુમાન રાખતો કે એ તો મારી સ્વતંત્ર કલ્પેલી ફુરણાઓ છે, એ જ આ બાઈબલમાં ઠાંસીને ભરેલી છે, બે હજાર વરસ પહેલાં આ ધર્મશાસ્ત્રમાં લખાયેલી પડી છે. તો પછી મારું સ્વતંત્ર સર્જન
ક્યાં રહ્યું? હું શાના પર આજ સુધી ગુમાન રાખતો કે આ તો મારી પોતે શોધી કાઢેલી ફુરણાઓ છે? બસ, ત્યાં મારું ગુમાન ઊતરી ગયું, અને મને ધર્મશાસ્ત્ર પર અને એ સાંભળવાના ધર્મસ્થળ દેવળ પર અનહદ માન ઊભું થયું કે વાહ માનવશાંતિના આ અનન્ય સાધન તો ખૂબજ સેવવા જરૂરી છે.
લેખકને પસ્તાવો થયો કે “અરે ? જો ધર્મશાસ્ત્રમાં માનવજાતને સુખી જીવન જીવવા માટે ભરચક ઉપાયો દર્શાવ્યા છે, તો મેં આજસુધી આ શું કર્યું કે એ દર્શાવનાર ધર્મશાસ્ત્ર સાંભળવાનું જ મૂકી દીધું ? મારી આ કેટલી મોટી મૂર્ખાઈ કે જેનાથી જીવન સુખી બને, મન સ્વસ્થ તંદુરસ્ત બને એ ધર્મધર્મસ્થાન જ સેવવાનું બંધ કરી દીધું?' બસ, લેખક કહે છે કે આ પસ્તાવો થવાથી પછી તરત મેં દેવળમાં જવાનું અને ધર્મશાસ્ત્ર સાંભળવાનું શરુ કરી દીધું. સાથે, પાદરીના પ્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org