________________
નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, ત્રિશલા નામે ધરો પ્રભુ કુખે તેહની ત્રિશલા ગર્ભ લઈને ધરો માહણી ઉરે, વ્યાસી રાત વસીને કહ્યું, તિમ સુર કરે માહણી દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા હાથી વૃષભ સિંહ, લક્ષ્મી માલા સુંદરું, શશી રવિ ધ્વજ કુંભ પમસરોવર સાગરું, દેવ વિમાન રયણપુંજ અગ્નિ વિમલે, હવે દેખે ત્રિશલા એહ કે પિયુને વિનવે હરખ્યો રાય સુપન પાઠક તેડાવીયા રાજભોગ સુતફલ સુણી તે વધાવિયા ત્રિશલા રાણી વિધિશું ગર્ભ સુખે વહે, માય તણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે માય ધરે દુ:ખ જોર, વિલાપ ઘણુ કરે કહે મેં કીધાં પાપ અઘોર ભવાંતરે, ગર્ભ હર્યો મુજ કોણ હવે કેમ પામીએ, દુઃખનું કારણ જાણી વિચાર્યું સ્વામીએ અહો અહો મોહ વિટંબણ જાલમ જગતમેં અણદીઠે દુ:ખ એવડો ઉપાયો પલક મેં તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માતા પિતા જીવતાં હું સંયમ નવિ ગ્રહું કરુણા આણી અંગ હલાવ્યું જિનપતિ,
Jain Education International For Privasi Personal Use Only
www.jainelibrary.org