________________
1
||૧||
મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં જિમ તારામાં ચંદ નાગકેતુની પેરે, ક૫ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે; દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર કર પડિક્કમણાં ધર, શીયલ અંખડિત ધાર ||રા જે ત્રિકરણ શુદ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ. નવ, અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને, સફળ કરો અવતાર રૂપ સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણા કીજે, કરી સાહમિવત્સલ, કુગતિ દ્વાર પટ દીજે; અટ્ટાઈ–મહોત્સવ, ચિદાનંદ ચિત્તલાઈ,
ઈમ કરતાં સંઘને, શાસનદેવ સહાઈ 12_
પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વગડાવોજી, સદગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી
||૪||
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org