SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો (B) ઑપરેશન : જ્યારે દવાઓના રસ્તે પરિણામ ન મળે અને ખેંચના કારણરૂપ કોઈ ઇલેક્ટ્રિકલ કે સ્ટ્રક્ચરલ ફોકસ (કેન્દ્ર બિન્દુ) મળી આવે તો યોગ્ય સર્જરી દ્વારા ખેંચના પ્રશ્નનો નિકાલ લાવી શકાય. ખેંચની સર્જરીક્ષેત્રે છેલ્લા દાયકામાં સંતોષજનક પ્રગતિ થઈ છે અને તેના પરિણામ રૂપે જે કિસ્સાઓમાં ખેંચનું ફોકસ (કેન્દ્ર) મળ્યું હોય તેવા ફોકસના ઑપરેશન માટે લાયક એવા દર્દીઓના ૩૦થી ૩૫ ટકા દર્દીઓમાં ખેંચનું પૂર્ણ નિયમન આવે છે. આવાં ઑપરેશન આપણા દેશમાં તથા વિદેશમાં પણ થાય છે અને તે ખાસ જોખમી પણ નથી. જુદાં જુદાં સેન્ટરોમાં રૂ. ૨૦ હજારથી રૂ. ૨ લાખ સુધીના ખર્ચમાં થઈ શકે છે, જોકે આવાં સેન્ટરો આપણા દેશમાં તેની જરૂરિયાત કરતાં ઘણાં ઓછાં છે. ખેંચ માટે નીચે મુજબનાં ઑપરશનો ઉપલબ્ધ છે. કયા કેસમાં કયું ઑપરેશન કરવું તે તો એપિલેપ્સી સેન્ટરના અનુભવી ન્યુરૉલૉજિસ્ટ-ન્યુરૉસર્જનની ટીમ જ નક્કી કરે છે. (a) (b) Resective Surgery Functional Surgery Resective Surgery - કાપકૂપ કરવી (a) (b) (૧) માઇક્રોસ્કૉપિક ડિસેક્શન (૨) ટેમ્પોરલ લોબ સર્જરી (૩) એકસ્ટ્રા ટેમ્પોરલ સર્જરી (૪) લીઝનેકટોમી (૫) લોબેકટોમી (૬) મલ્ટી લોબર સર્જરી (૭) હેમી સ્ફીઅરેક્ટોમી Nonresective/Functional Surgery (૧) કોર્પસ કેલોઝોટોમી (૨) મલ્ટીપલ સબપાયલ ટ્રાન્ઝેક્શન (૩) સ્ટીરીઓટેટિક પ્રોસિજર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy