SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) , મગજ અને જ્ઞાનતંતુના રોગો ૨૮૯ (૭) તમારી મરજી પ્રમાણેની સારવાર, દવાઓ કે લેબોરેટરી પરીક્ષણનો આગ્રહ રાખશો નહીં. ડૉક્ટરને મળતાં પહેલાં તમારી જાતે જ કોઈ દવાઓ લેવાનું કે લેબોરેટરી પરીક્ષણો કરાવવાનું પણ ટાળશો. (૮) જો તમને કોઈ દવાઓની પ્રતિક્રિયા થતી હોય (રિએક્શન આવતું હોય) તો ડૉક્ટરને એની અચૂક જાણ કરશો. તમારી બીમારી અને તેની સારવાર વિશે તમારા ડૉક્ટર સાથે મુક્ત અને મુદાર ચર્ચા કરી લેશો. એના વિશે માહિતી મેળવવી તમારા માટે ઉપયોગી છે. (૧૦) તમારા ડૉક્ટર પર પૂરેપૂરો વિશ્વાસ રાખો. ચોક્કસ કારણ વિના ડૉક્ટર બદલશો નહીં. જો તમારી બીમારીના સંદર્ભમાં તમે અન્ય કોઈ ડોક્ટરનો અભિપ્રાય લેવા માગતા હો તો પોતાના ડૉક્ટરની જાણમાં અને સલાહ પ્રમાણે કરશો અને બને તો તેમની ચિઠ્ઠી લેશો. (૧૧)જો તમારી તકલીફો લાંબા ગાળાની હોય તો નીચેનાં લક્ષણો-ચિહ્નો, તેના સમયગાળા સાથે ખાસ નોંધશો : (૧૨)નીચે લખેલાં લક્ષણો- ચિહ્નો હોય તો કેન્સર હોવાની શક્યતા પ્રબળ બને છે : વજનમાં ઘટાડો શરીરમાં કોઈ પણ ઠેકાણે ગાંઠ કે સોજો અવાજમાં ફેરફાર શરીરના કોઈ પણ કુદરતી માર્ગમાંથી લોહી વહેવું લાંબા ગાળાની ખાંસી લાંબા ગાળાથી આવતો તાવ. લાંબા સમયથી ન રૂઝાતું ચાંદું સ્તનમાં ગાંઠ અથવા સ્તનની ડિંટડીમાંથી પડતું લોહી યોનિમાંથી પડતું દુર્ગધવાળું પ્રવાહી ઝાડા-પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર તલ કે મસાના કદમાં એકદમ વધારો. આમ ઉપર જણાવ્યા મુજબની માહિતી સાથે રાખી ડૉક્ટરને મળવાથી ડૉક્ટરને આપની તકલીફની સારવાર કરવામાં સરળતા રહેશે તથા આપને પણ રોગની યોગ્ય સારવાર મળી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy