SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાયુના રોગો ૨૪૫ આટલું જરૂર જાણો | સ્નાયુઓની બીમારીઓમાં મુખ્યત્વે આનુવંશિક અર્થાત્ હેરિડિટરી માયોપથી હોય છે. ડશેન મક્યુલર ડિસ્ટ્રોફી ફકત પુરુષોમાં થાય છે, જેમાં ચાલવામાં અથવા ચઢવા - ઊતરવામાં મુશ્કેલીથી લઈને જીવલેણ ફેફસાંનું સંક્રમણ થવાની પણ સંભાવના રહેલી છે. લિંબ ગર્વલ ડિસ્ટ્રોફીમાં કમર અને ખભાના સ્નાયુઓ કમજોર થઈ જાય છે અને ક્યારેક શ્વાસોચ્છવાસમાં તકલીફ થાય છે. આ રોગ સ્ત્રી-પુરુષ બંનેમાં થાય છે. લોહીમાં પોટેશિયમનું પ્રમાણ ઘટી જવાથી હાથમાં ખભા તરફ અને પગમાં સાથળ તરફનાં સ્નાયુઓમાં અશક્તિ આવે છે. જેને હાઈપોથેલેમિક પિરિયોડિક પેરાલિસીસ કહે છે. લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધવાથી થતી સ્નાયુઓની કમજોરીને હાઈપર કેલેમિક પિરિયોડિક પેરાલિસીસ કહે છે. સ્નાયુઓની જન્મજાત ચયાપચયની ગરબડથી થતી માયોપથીને મેટાબોલિક માયોપથી કહે છે. નવજાત શિશુમાં જોવા મળતી સ્નાયુઓની બીમારીને કોજેનાઈટલ માયોપથી કહે છે. પૉલીમાયોસાયટીમાં સ્નાયુઓમાં સાજો આવે છે, તે કમજોર થઈ જાય છે અને દર્દી વિકલાંગ બની જાય છે. ડરમેટોમાયોસાયટીમાં સ્નાયુઓના સોજાની સાથે દર્દીનાં ચહેરા, પીઠ, છાતી, કોણી અને ઘૂંટણનાં ભાગ પર લાલાશવાળા ચાઠા પડી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy