________________
૨૩૮
મગજ અને જ્ઞાનતંતુના રોગો ૪. માયોટોનિક ડિસ્ટ્રોફી
આ રોગમાં ચહેરાના સ્નાયુઓની નબળાઈ આવે છે. દર્દીનો ચહેરો આ રોગની ચાડી ખાય છે. આ સિવાય ગળા અને હાથના સ્નાયુઓને પણ અસર થાય છે. માયોટૉનિયા જોવા મળે છે, જેમાં મુઠ્ઠી બંધ કર્યા બાદ તે સહેલાઈથી ખોલી શકાતી નથી. દર્દીઓમાં અલ્પ માનસિક વિકાસ, હૃદયની બીમારી અને મોતિયો વગેરે જોવા મળે છે.
આ દર્દમાં માયોટૉનિયા માટે ફેનિટોઇન નામની દવા આપવામાં આવે છે.
આ સિવાય ફ્રેસિયોસ્કયુલોસૂમરલ મક્યુલર ડિસ્ટ્રોફીમાં ચહેરાના, ખભાના સ્નાયુ અને હાથના સ્નાયુઓમાં નબળાઈ જોવા મળે છે. (B) ચેનલોપથી :
આયન ચેનલ ને સ્નાયુઓમાં કોષો વચ્ચે હોય છે એમાં ખામી સર્જાવાથી થતી માયોપથી મુખ્યત્વે નીચે મુજબ છે. (૧) હાયપોકેલેમિક પીરિયોડિક પરિલિસિસ ?
લોહીમાં પોટેશિયમ તત્ત્વ ઘટવાથી હાઈપોથેલેમિક પીરિયોડિક પેરેલિસિસ થઈ શકે છે જેમાં હાથમાં ખભા તરફના અને પગમાં થાપા તરફના સ્નાયુઓમાં નબળાઈ આવે છે. આ રોગ વારંવાર ઊથલો મારી શકે છે. ક્યારેક આંખો અને શ્વાસોચ્છવાસના સ્નાયુઓ પર પણ અસર થઈ શકે છે જે યોગ્ય સારવાર ન મળતાં જીવલેણ નીવડી શકે છે. હૃદયના ધબકારામાં અનિયમિતતા જોવા મળે છે.
લોહીમાં પોટેશિયમનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે. ટેન્ડન જસ ધીમા પડી ગયેલા માલૂમ પડે છે. આમાં મુખ્યત્વે કેલ્શિયમની ચેનલમાં ઊણપ હોય છે.
પોટેશિયમ નસમાં ઇંજેક્શન દ્વારા બાટલા મારફતે અથવા મોં વાટે આપવાથી સ્નાયુઓની નબળાઈ દૂર થાય છે. આમાં ડૉક્ટરી દેખરેખ અત્યંત જરૂરી છે કારણ કે પોટેશિયમની માત્રામાં વધઘટ થવાથી ગંભીર - આડઅસરો થઈ શકે છે. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org