SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સ્નાયુના રોગો અત્યાર સુધી આપણે મગજ અને ચેતાતંત્રના ઘણા રોગો વિશે જાણ્યું. હવે આપણે સ્નાયુના રોગો વિશે થોડું જાણીએ. સ્નાયુઓના રોગને માયોપથી (myopathy) કહે છે. આપણે જાણીએ છીએ તેમ આપણા શરીરના દરેક અવયવ કે દરેક ભાગનું સંચાલન મગજથી થાય છે. આ તંત્રમાં મગજ, નાનું મગજ, કરોડરજ્જુ, તેમાંથી નીકળતી ચેતાઓ, ચેતા અને સ્નાયુ વચ્ચેની કડી એટલે કે ‘ન્યુરૉમસ્ક્યુલર જંક્શન’ અને છેલ્લે સ્નાયુનો સમાવેશ થાય છે. ન્યુરૉમસ્ક્યુલર જંક્શનના રોગ માયસ્થેનિયા ગ્રેવિસ વિશે આપણે આગળ વિસ્તારથી જોયું છે. સ્નાયુઓની બીમારીઓનું વર્ગીકરણ : મુખ્યત્વે આ રીતે કરી શકાય (A) મસ્ક્યુલર ડિસ્ટ્રોફીઝ : સ્નાયુઓના કોષોની આનુવાંશિક બીમારી જેવી કે ડશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (B) ચેનલોપથી : જેમ કે હાયપોકેલેમિક કે હાયપરકેલેમિક પીરિયોડિક પેરેલિસિસ (C) મૅટાબોલિક માયોપથી : શર્કરા, ચરબી વગેરેના ચયાપચયમાં ખામીના કારણે થતી સ્નાયુઓની કમજોરી (D) માઈટોકોન્ડ્રિયલ માયોપથી : શરીરના દરેક કોષના ઊર્જાસ્રોત એવા, માઈટોકોન્ડ્રિઆમાં ખામીના કારણે થતી સ્નાયુઓની કમજોરી જેવી કે કર્ન સયારે સિન્ડ્રોમ (E) જન્મજાત (કોન્જેનાઇટલ) માયોપથી : જેમકે સેન્ટ્રલ કોર ડિસિઝ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy