SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો ડેસોન, રિફાષ્પીસીન, ક્લોફાઝીમીન વગેરે દવાઓ તથા યોગ્ય ડ્રેસિંગ દ્વારા મહદંશે રોગ કાબૂમાં આવે છે પણ સારવાર દોઢ કે બે વર્ષથી દશ વર્ષ સુધી ચાલે છે. આ રોગને થતો રોકવા માટેની રસી હવે ઉપલબ્ધ છે. (૭) કેન્સર : - શરીરના અન્ય ભાગમાં કેન્સર હોય તો પણ નસોને અસર થઈ શકે છે, જેને પેરાનીઓપ્લાસ્ટિક સિન્ડ્રોમ કહે છે. ફેફસાંના કેન્સરમાં આવી ન્યુરૉપથી વિશેષ જોવા મળે છે. પેરાપ્રોટિનીમીઆ અથવા માયલોમા નામથી જાણીતા એક પ્રકારના બ્લડકેન્સરમાં પણ ઘણી વખત જોવા મળે છે. આથી ન્યુરોપથીના તમામ કેસોમાં સઘન તપાસની ખાસ આવશ્યકતા છે તે સ્પષ્ટ જણાય છે. (2) ઓટોનોમિક ન્યુરોપથી : કેટલાક કેસોમાં ઑટોનોમિક ન્યુરોપથી થઈ શકે જેમ કે ડાયાબિટીસ. તેમાં બ્લડપ્રેશરની તોફાની વધઘટ, નાડીના ધબકારાની વધઘટ, પરસેવો, ઝાડા અને યુરિનની તકલીફો વગેરે અનેક પ્રકારની અનૈચ્છિક ચેતાતંત્રની નસોની તકલીફો થતી હોય છે, જે ઘણીવાર આ રોગની પૂરતી વૈજ્ઞાનિક માહિતી ન હોવાથી ડૉક્ટરોથી પણ પકડાતી નથી અને રોગનું નિદાન લંબાય છે. (૯) એસ્ટ્રેપમેન્ટ ન્યુરોપથી : આ વિભાગમાં સૌથી પ્રચલિત એસ્ટ્રેપમેન્ટ ન્યુરોપથી છે કાપેલા ટનેલ સિન્ડ્રોમ, જેમાં મીડીઅન નર્વ, હથેળીની નીચે આવેલા વોલર લીગામેન્ટમાં દબાય છે જેનાથી હથેળીમાં દર્દ અને ઝણઝણાટી થાય છે અને ક્વચિત્ છેક ખભા અને હાથ સુધી દર્દ ફેલાય છે. આગળ વધતાં અંગૂઠાની નીચેના સ્નાયુ નબળા પડે છે અને સ્નાયુ સુકાય છે. - કાંડા પર પટ્ટો પહેરવાથી તેમજ થોડોક વખત સ્ટિરોઇડ વગેરે દવાઓ લેવાથી ફરક ન પડે તો કાંડામાં યોગ્ય જગ્યાએ સ્ટિરોઇડનું ઇંજેક્શન આપી શકાય. છેવટે નાની શસ્ત્રક્રિયા કરી નસ પરનું દબાણ દૂર કરી શકાય. Jain Education International Jamnefbrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy