SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮)( મોટર ન્યુરૉન ડિસીઝ ) સ્નાયુપેશીઓને ધીમેધીમે કૃશ કરતો ન્યુરૉલૉજીનો આ ક્રૂર કહી શકાય તેવો મહદંશે અજ્ઞાત કારણોથી થતો રોગ છે, જેમાં અનેક સંશોધનો કરાયા - કરાતા હોવા છતાં પણ કોઈ ચોક્કસ સારવારપદ્ધતિ કે અકસીર ઇલાજ હજી પણ કંપલબ્ધ નથી અને દર્દીને વરસોવરસ વધુ ને વધુ કમજોર તથા ક્ષીણ થઈ મોતના મુખમાં ધકેલાતો, તેના ડૉક્ટર તથા સગાંવહાલાં નિસહાયપણે જોઈ રહે છે. તેમાં કમનસીબે, છેવટ સુધી મગજ, પ્રમાણમાં વ્યવસ્થિત રીતે કામ કરતું હોવાથી વિચારો, ઊર્મિઓ, સભાનતા અને પીડાઓનો અનુભવ ટકી રહે છે. • મોટર ન્યુરોન ડિસીઝના પ્રકારો : ૧. આપણે પ્રથમ અજ્ઞાત કારણ-કારણોથી થતાં પ્રાઈમરી (ઇડીઓપેથિક મોટર ન્યુરૉન ડિસીઝ વિશે જોઈએ. આ પ્રકારમાં મૂળ ખામી મોટર ન્યુરૉન્સમાં હોય છે, જેથી કરોડરજ્જુમાં જ્યાંથી ચેતાઓ નીકળે છે તે એન્ટિરિઅર હોર્ન સેલ્સ (કોષો) તથા મગજમાં લંબમજ્જા- બ્રેઇન સ્ટેમમાં કે જયાંથી મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે તે બલ્બર વિભાગના ન્યુરોન્સ કોઈ વિચિત્ર અને અગમ્ય કારણોસર ક્રમશઃ નાશ પામતાં જાય છે; તેથી હાથપગના સ્નાયુઓ ફરકે છે અને સુકાવા-ગળવા માંડે છે, હલનચલન ઓછું થવા માંડે છે. હાથમાં વસ્તુ પકડવા કે લખવાની ક્રિયામાં કે હાથ ઊંચોનીચો કરવામાં મુશ્કેલી પડે છે, તે પછી ઉપરનીચે ચઢવા-ઊતરવામાં તથા ચંપલ પહેરવામાં મુશ્કેલીઓ શરૂ થાય છે. છેવટે, રોગની શરૂઆત થયા પછી ૩થી ૭ વર્ષમાં દર્દી તદ્દન પથારીવશ થઈ જાય છે, વજન ઘટી જાય છે. રોગના આ પ્રકારને “એમાયોટ્રોફિક લેટરલ સ્કુલેરોસિસ (એ. એલ.એસ) કહે છે. અહીં કરોડરજ્જુના એન્ટિરિઅર હોર્ન કોષો-સેલ્સ તેમ જ તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy