________________
(૧૪)( મગજમાં થતી ગાંઠ (બ્રેઇન ટ્યુમર))
મગજમાં થતી ગાંઠ (બ્રેઇન ટ્યુમર) એ ન્યુરૉલૉજીનું એક ગંભીર પ્રકરણ છે અને તે અંગેની જાણકારી અતિ અગત્યની છે. મગજની ગાંઠો અનેક પ્રકારની હોય છે. તેનાં કદ, પ્રકાર, સ્થાન અને ગુણવત્તા તેમ જ હિસ્ટોલૉજી પ્રમાણે તેઓ અનેક સામાન્ય અને વિશેષ લક્ષણો– ચિહ્નો પેદા કરે છે. કેટલીક ગઠો મગજને ઊધઈની જેમ કોતરે છે, કેટલીક મગજને દબાવે છે અને મગજમાં સોજા (increased intracranial pressure)નાં લક્ષણો-ચિહ્નો ઊભાં થવાનું આ એક અગત્યનું કારણ છે. જો કે હવે સર્જિકલ પદ્ધતિમાં તથા એનેસ્થેસિયામાં સુધારો થવાથી, અદ્યતન સ્ટીરીઓટેક્સિસ પદ્ધતિ અને માઈક્રો ન્યુરૉ-સર્જિકલ ટેકનિકો વધવાથી, તેમજ રેડિએશન તથા કીમોથેરપીમાં નોંધપાત્ર વિકાસ થવાથી બ્રેઇન ટ્યુમરના દર્દીનું ભવિષ્ય ઝડપથી સુધરી રહ્યું છે.
બ્રેઈન ટ્યુમર એ મગજનો જાણીતો રોગ છે અને યુ.એસ.એ. જેવા દેશમાં દર વર્ષે આશરે ૧,૦૦,૦૦૦ લોકોને તે થાય છે, તો આપણા દેશની સ્થિતિની કલ્પના કરી લો. તેમાંની કેટલીક ગાંઠ કેન્સરની હોય છે, જે મગજમાંથી ઉદ્ભવતી (પ્રાઇમરી) હોય છે, જેમ કે ગ્લાયોમાં અથવા શરીરના
બીજા ભાગમાંથી મગજમાં પહોંચી જતી – પ્રસરતી (સેકન્ડરિઝ) હોય છે. બાકીની ગાંઠો પ્રમાણમાં ઓછી ઉપદ્રવી, સાદી (benign) હોય છે, જેમ કે મેનિજીઓમાં, પિયૂટરી ટ્યુમર વગેરે. ચેપી રોગથી ઉદ્ભવતી ગાંઠ જેમ કે
ટ્યુબરક્યુલોમા, પરુની ગાંઠ, સિસ્ટીસરકોસિસ, એઈસનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, જોકે તેનાં
લક્ષણો, નિદાન અને સારવારના હોઇન ટ્યુમર
પ્રકાર અલગ અલગ હોય છે.
-
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org