SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨)(મગજના ચેપી રોગો મેનિન્જાઇટિસ, એન્સેફેલાઈટિસ) મગજ શરીરનાં બીજાં અંગો, જેવાં કે હૃદયની સરખામણીમાં અતિ ઝડપથી અને ઘણી વાર ચેપી રોગોનો ભોગ બને છે. ખાસ કરીને મગજનો ટી.બી., મગજનો પાયોજનિક ઍનિન્જાઇટિસ, મગજમાં પરુની ગાંઠ (એક્સેસ), મગજનો એન્સેફેલાઈટિસ (વાઇરસને લગતો), મગજમાં થતો ઝેરી મેલેરિયા તથા અન્ય પરોપજીવી જંતુઓથી થતો ચેપ, જેમ કે સિસ્ટિસરકોસિસ, મગજમાં થતી ફૂગ, જાતીય ચેપી રોગો જેવા કે એઇટ્સ વગેરે. આમ અનેક જાતનાં સૂક્ષ્મ જંતુઓથી મગજ ચેપી રોગનો શિકાર બને છે. | મુખ્યત્વે કાનમાં કે નાકમાં સડો થયો હોય કે પરુ આવતું હોય, ગળામાં ચેપ લાગ્યો હોય, મોઢા ઉપર ચેપી ફોડલીઓ થઈ હોય, શરીરના અન્ય ભાગો જેમ કે છાતીમાં પરુ થયું હોય અથવા સેપ્ટિસમિઆ થયું હોય તો મગજમાં ચેપ લાગવાની શક્યતા રહે છે. તે ઉપરાંત હેડ ઈન્જરી એટલે કે માથામાં વાગ્યું હોય અને વિશેષ કરીને કાન, નાકમાંથી લોહી નીકળ્યું હોય કે ખોપરીના હાડકામાં ફ્રેક્ટર થયું હોય અને તેમાંથી મગજનું પાણી (CSF) નાકમાંથી બહાર આવતું હોય (જેને સી.એસ.એફ. રૂહાઈનોરીઆ કહે છે) અથવા તો મગજનું કોઈ કારણસર ઑપરેશન થયું હોય (જેમ કે મગજની ગાંઠનું) અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો હોય ત્યારે મગજમાં ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. આને લીધે માથું દુઃખવું, તાવ આવવો, પ્રકાશ સહન ન થવો, ખેંચ આવવી જેવાં લક્ષણોથી માંડીને લકવો, બેભાન થવું કે મૃત્યુ થવું જેવાં ખતરનાક પરિણામો પણ આવી શકે છે. આ બધા જ રોગો વિશે લખવું શક્ય નથી પરંતુ જે ખૂબ અગત્યના રોગ છે એવા કેટલાક વિશે જોઈશું. (૧) મગજનો ટી.બી. સામાન્ય રીતે મગજનો ટી.બી. શરીરના બીજા ભાગમાંથી (જેમ કે ફેફસાંનો કે આંતરડાનો ટી.બી.) ફેલાઈને આવે છે. એવું બને કે છાતીનો ટી.બી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy