SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કંપવાત (પાર્કિન્સોનિઝમ) સને ૧૮૧૭માં ડૉ. જેમ્સ પાર્કિન્સને સૌ પ્રથમ મગજના આ રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી તેથી આ રોગ તેમના નામે ઓળખાય છે. વયસ્ક લોકોનો આ મૂંઝવતો અને પ્રચલિત રોગ છે, જેમાં મગજના સસ્ટેન્સિયા નાયગ્રા' નામના કોષો કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત થઈ નાશ પામતા જાય છે ત્યારે ‘ડોપામિન’નામનું બ્રેઇનનું અગત્યનું જૈવિક રસાયણ બનતું ઓછું થઈ જાય છે. તેનાથી હલનચલન ધીમું અને મંદ થઈ જવું, ધ્રુજારી (કંપન), સ્નાયુઓનું કડકપણું વગેરે લક્ષણો ઉદ્ભવે છે. તેની શરૂઆત મોટે ભાગે શરીરની એક બાજુ એટલે કે જમણા કે ડાબા અંગથી થાય છે. અમુક દર્દીઓમાં આગળ જતાં થોડાં વર્ષોમાં તે બંને અંગોમાં પ્રસરી જાય છે. ૯ લક્ષણો : (૧) આરામની પળોમાં કે બેઠાં બેઠાં પણ હાથ-પગની આંગળીઓની વિશિષ્ટ પ્રકારની (પીલરોલિંગની જેમ અથવા નાણાની નોટો ગણતા હોય તેવા પ્રકારની) લયબદ્ધ ધ્રુજારી (Tremors) (૨) સહેજ નમીને નાનાં-ઝડપી પગલાં ભરી ચાલવું તથા ચાલતી વખતે હાથનું હલનચલન ઓછું થવું. (૩). ઐચ્છિક સ્નાયુઓની બધી જ ક્રિયાઓ ઓછી થવી અને ધીમી થવી (bradykinesia) (૪) હાથ-પગ તથા ચહેરાના સ્નાયુઓ કડક થતા જવા (rigidity) (૫) અક્ષર નાના થઈ જવા. (૬) ચાલ ધીમી પડી જવી, ચાલતાં ચલતાં સ્થગિત થઈ જવું. (૭) યાદદાસ્તમાં ઘટાડો થવો, ડિપ્રેશન આવવું, ખૂબ પરસેવો થવો, શરીરે કળતર થવી, અવાજ ધીમો અને કંટાળાજનક (monotonous) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy