________________
શ્વેતામ્બરીય ધનશેઠ સહિત સકળસંઘના હૈયા કકળી ઉઠ્યા, “અમારી પૂજામાં અંતરાય પાડનાર તમે કોણ? અવસરે સામો વરૂણશેઠનો પણ પડકાર થયો, “અમે દિગંબરો આ તીર્થનાં ખરા માલિક છીએ, આ તીર્થ અમારું જ છે, તમે તો આજકાલના પેદા થયેલા છો!.”
ધનશેઠ હવે ઝાલ્યા રહે તેમ ન હતા, અરે! આવું સડસડતું જૂઠ કેમ કરી સહેવાય? ગિરનાર ઉપર વળી દિગંબરોનો હક્ક ક્યારથી લાગ્યો? અરે! શ્વેતામ્બરોની દયા કહો કે કરૂણા કહો આજે દિગંબરોને આ ગિરનારની યાત્રા કરવા મળે છે તે શ્વેતામ્બરોનો જ ઉપકાર છે.
“પ્રભુજીની અંગરચના કરવા માત્રથી જો પ્રભુજી રાગી બની જતા હોય તો દિગંબરો દ્વારા થતી પરમાત્માની રથયાત્રાથી શું પ્રભુ વીતરાગી રહે? વીતરાગીને વળી રથમાં બેસાડવાનાં શું અરમાનો રાખવા? પ્રભુ જો અલંકારોથી રાગી થાય તો પ્રભુની પ્રતિમા સ્ત્રીઓના સ્પર્શથી વીતરાગી કહેવાય?
99
59
વરૂણશેઠના વિચારોએ પણ વાવાઝોડાનું સ્વરૂપ લીધું અને કહે, “ખબરદાર! જો તમારે દિગંબર પદ્ધતિથી પ્રભુપૂજા કરવી હોય તો થશે, અન્યથા સજા ભોગવવા સાવધાન રહો!"
ધનશેઠ પણ જય નેમિનાથ' ના નાદ સાથે કૂદી પડ્યા, “અરે! પ્રભુના શાસન ખાતર મરણને શરણ જનારને તો સજા સજા ન લાગતાં શાસન સેવા ખાતર શહીદ થવાની મજા લાગે છે. આજે તો અમે કેસરીયાં કરીને રહીશું ભલેને અમારા મસ્તક વધેરાઇ જાય! અમને કોઇ ચિંતા નથી.”
Jain Education Internation
હવે જોતજોતામાં શ્રી નેમિપ્રભુનો દરબાર રણસંગ્રામ બનતો જતો જોઇને ઉભયપક્ષના પ્રબુદ્ધજીવોએ વાતને થાળે પાડવાની આગેવાની લીધી. અરસપરસના વિચાર વિમર્શના અંતે નિર્ણય થયો કે, ‘ગિરિનગરના મહારાજા વિક્રમની રાજ્યસભામાં ઉભયપક્ષની વાતોની રજૂઆત થાય અને મહારાજા પાસે જ ગિરનારના હક્ક અંગે ન્યાય તોલાય તે જરૂરી છે.
ઉભયપક્ષને માન્ય એવી આ રજૂઆત થતાં બન્ને સંઘો વિખરાઇ ગયા, સૌ યાત્રિકો તળેટીએ આવ્યાં તે સમયે રાજ્યસભા બરખાસ્ત થઇ ચૂકી હતી, છતાં ઉભયપક્ષે રાજ્યસભાના દ્વાર ખખડાવ્યાં.
મહારાજા વિક્રમના રાજદરબારના દ્વારો ઉઘડ્યાં, મહારાજાએ બન્ને પક્ષની ફરીયાદો સાંભળતાં પરિસ્થિતિ ગંભીર હોવાનું અનુમાન કરી સૌને બીજા દિવસે રાજ્યસભામાં નિર્ણય કરવાનું જણાવતાં સૌ વિખરાઇ ગયા.
સંધ્યા ઢળી અને અંધકારનું આગમન થવા છતાં ધનશેઠની શ્રદ્ધાનો દીપક વધુ પ્રજ્વલિત થયો. ગિરનાર શ્વેતામ્બરોનો
66
mary.org