________________
ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વગેરે અનેક પ્રકારની ભક્તિમાં તરબોળ થઈ ગયા. ઇન્દ્રમાળની ઉછામણીનો અવસર આવ્યો, આજે આ તીર્થ કોનું? તે ભીમપ્રશ્ન કાજે બન્ને પક્ષો પોતાની સર્વ ધનસંપત્તિને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા સજ્જ થયા. વિધિના લેખને કોઈ મેખ મારી શકતું નથી.” આ કહેવત સાચી ઠરાવવાનો વિધાતાનો કોઈ આશય હોય તેમ શ્રી નેમિનાથપ્રભુની ડાબી બાજુ પૂર્ણચન્દ્ર શ્રેષ્ટિએ સ્થાન લીધું અને વિજયની વરમાળા પહેરવાનો કોઈ સંકેત ન હોય તેમ પેથડમંત્રી સ્વાભાવિક રીતે જ પ્રભુની જમણી બાજુ સ્થાન લઈને ઊભા.
ગિરનાર ગિરિવર પોતાની માલિકીનો છે તેવું સાબિત કરવા માટે બન્ને પક્ષોએ પ્રથમ સોનામહોરો પછી અનુક્રમે સુવર્ણના શેર પ્રમાણો અને અંતે સોનાની ધડીઓ દ્વારા ઉછામણી બોલાવાની શરૂઆત થઈ. (૧ધડી=૧૦મણ=૨૦૦ કિલો) પેથડમંત્રીએ ઇન્દ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી. પૂર્ણશ્રેષ્ઠિ કહે, છ ઘડી, પેથડમંત્રી કહે, સાત ઘડી આમ અનુક્રમે વધતાં વધતાં ધડીઓનો આંકડો અરસપરસમાં વધવા લાગ્યો ત્યારે પેથડમંત્રી કહે, સોળ ઘડી સુવર્ણ! તે અવસરે પૂર્ણશ્રેષ્ઠિના તો મોતીયા મરી ગયા! એણે તાત્કાલિક મંત્રીશ્વર પાસે આઠ દિવસની મુદત માંગી. પેથડમંત્રી પણ આજે ખરા રંગમાં આવ્યા હતા, તેમણે પૂર્ણશ્રેષ્ઠિની માંગણી સહર્ષ સ્વીકાર કરી આઠને બદલે દસ દિવસની મુદત આપી.
પૂર્ણશ્રેષ્ઠિએ સંઘમાં આવેલા સર્વ યાત્રિકો પાસે જેટલું હોય તેટલા સુવર્ણનો ફાળો ઉઘરાવવાનો પ્રારંભ કર્યો. ત્યારે આ તીર્થની માલિકી કાજે સૌએ પોતાના હાથના કડાં, સોનામહોર, ગળાના હાર આદિ વિવિધ આભૂષણોનો ઢગલો કરી દીધો. તીર્થના આ પ્રશ્નને સૌએ પોતાનો માની ફાળાની આ ઝોળીને છલકાવી દીધી. એકઠા થયેલા સુવર્ણનો આંકડો અઠ્ઠાવીસ ઘડી થઈ ગયો અને તે દરમ્યાન દીલ્હીથી પણ અન્ય સોનું રવાના થઈ ચૂક્યું હતું. આજે પૂર્ણશ્રેષ્ઠિની છાતી ગજ ગજ ફલી રહી હતી, હવે આ તીર્થમાલિકી હાથવેંતમાં જ છે એવી ધારણા સાથે સમસ્ત દિગંબર સંઘમાં આનંદનો ઉદધિ ઉછળી રહ્યો હતો.
આ તરફ પેથડમંત્રીએ પણ દિગંબર સંઘના ઉલ્લાસ અને તીર્થમાટેની લાગણીને પોતાની વિચક્ષણબુદ્ધિની ફુટપટ્ટીથી માપી ત્યારે તેને પણ આ ખેલ ખરાખરીનો થશે તેવો અણસાર આવી ગયો. તાત્કાલિક તેમણે ૨૪ મિનીટમાં ૧ જોજનનું અંતર કાપી શકે તેવી શીઘગામિની સાંઢણીઓને સોનું લાવવા માટે માંડવગઢ તરફ રવાના કરી.
ઈન્દ્રમાળની ઉછામણીની મુદત પૂર્ણ થતાં પુનઃ હવે આ તીર્થના પ્રશ્નનો અંત લાવવા છેલ્લો દાવ રમતાં હોય તેમ પૂર્ણશ્રેષ્ટિએ પુનઃ પેથડમંત્રી સમક્ષ પડકાર કર્યો. અઠ્ઠાવીસ ઘડી સોનું આ સમયે પૂર્ણશ્રેષ્ઠિ હથેળીમાં તીર્થ આવી ગયું હોય તેવા ઉલ્લાસથી સમગ્ર શ્રોતાવર્ગ તરફ અહંકાર સાથે નજર કરવા લાગ્યો. આજે મંત્રીશ્વરના કર્ણમાં પણ તીર્થરક્ષા નામનો એક માત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jamenbrary.org