________________
પશ્ચિમદિશાનો રક્ષક વાંછિત અર્થને આપનારો રત્નમેઘનાદ છે. પૂર્વદિશામાં સિદ્ધિવિનાયક નામનો દેવ છે. દક્ષિણદિશામાં સિંહનાદ નામનો છે, એ ચારે દેવોથી તે શિખર જાણે કે ચૌમુખજી ન હોય તેવું ભાસે છે.
મુખ્ય શિખરથી ચારે દિશામાં બે-બે નાના શિખરો છે, ત્યાં મૃત્યુ પામેલો અથવા બાળવામાં આવેલો મનુષ્ય પ્રાયઃ કરીને દેવપણાને પામે છે. ત્યાં રહીને તપશ્ચર્યા કરતાં અને શ્રી નેમિનાથ ભગવાનનું ધ્યાન ધરતાં મનુષ્યો એ ષ્ટસિદ્ધિ મેળવીને પ્રાન્ત મોક્ષપદને પ્રાપ્ત કરે છે. * આ શિખર ઉપર છાયાવૃક્ષો, ઘટાદાર કલ્પવૃક્ષો, કાળી ચિત્રકવેલી, વાંછિત ફળ આપનારી વેલડીઓ, રસકૂપિકા આદિ અનેક પદાર્થો છે જે પ્રાણીઓને પોતાના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. * આ ગિરિવરના પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં, પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક શિખરમાં, શ્રી નેમિનાથભગવાનના ધ્યાનમાં સદા તત્પર એવા અનેક દેવતાઓએ નિવાસ કરેલ છે.
કોઈ કન્યાના હારની મધ્યમાં રહેલા મુખ્ય રત્ની જેમ તે સર્વની મધ્યમાં ઉંચા શિખર ઉપર શ્રીસંઘના વાંછિત અર્થને આપનારી સિંહવાહિની અંબિકાદેવીની નિવાસ છે.
જ્યાં રહીને શ્રીનેમિનાથ પરમાત્માએ જરા પાછું વાળીને જોયું હતું કે, તેમના બિંબવડે પવિત્ર એવું શિખર અવલોકન” એવા નામથી પ્રખ્યાત થયેલું છે.
અંબાગિરિની દક્ષિણ તરફ સર્વ શસ્ત્રો વડે યુદ્ધથી મદોન્મત એવા શત્રુઓના સમૂહને રોકનાર ગોમેધ યક્ષ રહેલો છે. ઉત્તરદિશાએ સંઘના વિદનસમૂહને હરવા ચતુર એવી, પ્રસન્નનયના મહાજવાળા દેવી રહેલાં છે.
કૃષ્ણવાસુદેવે પૂજા કરતી વખતે પોતાનું છત્ર જે શિલા પર મૂકીને પાછું લીધેલું, તે શિલા લોકોમાં છત્રશિલા એવા નામથી પ્રખ્યાત થઈ છે.
આ ગિરિવર ઉપર એવાં અનેક શિખરો અને ગુફાઓ છે જ્યાં જિનેશ્વર પરમાત્માની સેવામાં તત્પર એવા ઘણાં દેવતાઓએ આશ્રય કરેલો છે. તેથી આ ગિરિ સ્વર્ગથી પણ અત્યંત મનોહર અને જાણે દેવતામય થયો હોય તેમ જણાય છે.
Jain Education international