________________
ગોમેધ યક્ષ
ભરત ક્ષેત્રની ભવ્યભૂમિ ઉપર સુગ્રામ નામનું રળિયામણું ગામ હતું. જેમાં ગોમેધ વગેરે અનેક પ્રકારના યજ્ઞકાંડ-ક્રિયા કરાવવાનો વ્યવસાય ધરાવતો બ્રાહ્મણ રહેતો હતો. મુખ્યતયા ગોમેધાદિ યજ્ઞ કરાવવામાં નિપુણ હોવાથી બ્રાહ્મણજનમાં તે ગોમેધ બ્રાહ્મણના નામે પ્રસિદ્ધ હતો. મિથ્યાત્વના ઘોર અંધકારના કારણે તે ધર્મના નામે યજ્ઞાદિ ક્રિયાઓ વડે અનેક પ્રાણીઓની હિંસામાં નિમિત્ત બનતો, જીવહિંસાના ભયંકર પાપકર્મના તાત્કાલિક ફળરૂપે તેની પત્ની અને પુત્રો મૃત્યુ પામ્યા. પુત્ર-પત્ની વિનાનો તે નિરાધાર થયેલો અત્યંત ઉદ્વિગ્ન ચિત્તે રહેવા લાગ્યો. અવસરે તેના દેહમાં ગળતો કુષ્ટરોગ ઉત્પન્ન થવાથી તેના પ્રત્યે લેશમાત્ર પણ સહાનુભૂતિ બતાવ્યા વગર સ્વાર્થના સગાંઓએ તિરસ્કાર કરી તેને હડધૂત કરી દીધો. કુષ્ટરોગની મહાપીડાથી અત્યંત દુઃખી અવસ્થામાં જીવન પસાર કરતો હતો, ત્યારે અધુરામાં પુરૂં તેના શરીરના રોમેરોમમાં અસંખ્યાતા કીડાઓ ઉત્પન્ન થવાથી તે સાક્ષાત્ નરકની કારમી પીડા ભોગવવા લાગ્યો, આવા અંગે અંગમાં ખદબદતાં કીડાઓ અને સતત ઝરતાં પરૂં વગેરે અશુચિ પદાર્થોથી તેના દેહમાંથી તીવ્ર દુર્ગંધ પ્રસરવા લાગી. દુર્ગંધ અને અશુચિથી ખદબદતાં તેના દેહ ઉપર અનેક માખીઓના બણબણાટથી તે અત્યંત ત્રાસ અનુભવી રહ્યો હતો. રોમેરોમે અંગારાની અગનની વેદનાથી હવે તો વહેલામાં વહેલું મરણ આવે તેવી તીવ્ર ઇચ્છા સાથે આ કારમી વેદનાઓને સહન કરતો માર્ગમાં આમથી તેમ આળોટતો દુ:ખની કીકીયારી સાથે આક્રંદ કરી રહ્યો હતો.
સુકૃતના બીજ કયારેને કયારે તો ફળદાયી બને જ. તેમ તેના પૂર્વભવના કોઇ સદ્દકૃત્યનો પ્રચંડોદય થવાનો હોય તેમ તે સમયે એક મુનિવર તે માર્ગથી પસાર થાય છે. ક્ષમાશ્રમણ, દયાના ભંડાર એવા મહાત્માએ તેની આ અવદશા જોઇને સહાનુભૂતિ દર્શાવીને કહ્યું કે, ‘“ હે ભાગ્યવાન ! તે ફુગુરૂના ઉપદેશના પ્રભાવથી ધર્મની બુદ્ધિથી અનેક જીવોની હિંસા કરવા રૂપ જે કુકર્મનું આચરણ કરેલ છે તે પાપવૃક્ષના તો આ અંકુરા માત્ર પ્રગટ થયા છે, હજુ આ પાપકર્મનાં ફળ તો તને ભવાંતરમાં પ્રાપ્ત થશે. નરકાદિ દુર્ગતિની પરંપરાનું આ તો પ્રથમ સોપાન છે. હજુ પણ આ ઘોરભયંકર પીડાથી તું ત્રાસી ગયો હોય અને ભવાંતરમાં આ પીડાથી દૂર રહેવા ઇચ્છતો હોય તો હજુ કંઇ મોડું થયું નથી. તું જીવદયા જ જેના મૂળમાં છે તેવા જીવદયાપાલક, કરૂણાસાગર, દયાના ભંડાર શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપણ કરેલા જિનધર્મનો સ્વીકાર કર ! આજ સુધી અનેક જીવોનો ઘાત કરી અનેક જીવોને ત્રાસ આપ્યો છે તેની તું ક્ષમાયાચના કર ! વળી તારા કરેલા કુકર્મોના શમન માટે સમર્થ, અનેક દેવોથી પણ પૂજિત, અનંતા તીર્થંકરોના અનંતા કલ્યાણકોની કલ્યાણકારી ભૂમિ એવા શ્રી રૈવતગિરિ મહાતીર્થની સેવા-ભક્તિ કર ! જેના મહાપ્રભાવથી તારા સર્વપાપ વિલીન થઇ જશે.’’
Jain Edua
નિષ્કારણબંધુ એવા સાધુ ભગવંતના સચનોને સાંભળી રૈવતગિરિ મહાતીર્થને હૈયામાં ધારણ કરતો ગોમેધ અમૃતરસના
૩૫
181ry.org