________________
આ મુનિયુગલને સુપાત્રદાનનાં પ્રભાવથી દેવ-ગુરૂ અને ધર્મરત્નને જાણનારા, દેવને પૂજનારા, દાતાર, અધિકારી, ધનાઢ્ય અને હિતાહિતનો વિવેક કરનાર એવા કુલમાં તથા સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મીર અને દક્ષિણ દિશાના દેશમાં મારો જન્મ થાઓ! ધનાઢ્યતા, દાતારપણું, આરોગ્યતા અને ઇન્દ્રિયોનું સંપૂર્ણપણું મને પ્રાપ્ત થાઓ. પ્રાણી પર અનુકંપા, દુઃખીજનની રક્ષા અને યોગ્યનો આશ્રય મળો!” આ પ્રમાણે મનોરથોના કિનારે આરોહણ કરતાં કરતાં બન્ને બાળકો સાથે કુવામાં ઝપાપાત કર્યો અને તરત મરીને અનેક ઋદ્ધિમાન વ્યંતરના સમુહવડે સેવવા યોગ્ય વ્યતર જાતિમાં દેવી તરીકે ઉત્પન્ન થઇ. ઝડપથી તેની પાછળ આવતો સોમભટ્ટ “હે અંબિકા! હે પ્રિયા તું મા પડી તું મા પડ!” એમ બૂમો મારતો હાંફતો હાંફતો કુવાની પાળે આવે છે ત્યારે તો અંબિકા અને બે બાળકોને કુવામાં પડી મૃત્યુ પામેલા નિહાળી અતિ દુઃખી થયેલ તે વિચારે છે કે મારા જેવા મૂર્ખને ધિક્કાર છે. હું કેવો દુષ્ટ છું કે સાક્ષાત્ લક્ષ્મી સમાન પત્ની અને રાજકુવંર જેવા બે પુત્રોને મેં ઘરમાંથી કાઢી મૂક્યા, તે ત્રણેયના મરણ બાદ હવે મારે જીવવાનું શું કારણ છે? હવે તો મારે પણ મરણ એ જ શરણ છે તેવું ચિંતવતો સોમભટ્ટ પણ અંબિકાનું ધ્યાન ધરતાં ધરતાં કુવામાં ઝંપલાવી મરણને શરણ થાય છે. અંતકાળે અંબિકાનું સ્મરણ કરી કુવામાં પડેલ સોમભટ્ટ કંઈક પુણ્યસંયોગે મરીને તે અંબિકાદેવીના વાહનરૂપે સિંહ સ્વરૂપી દેવ થાય છે.
મંગલપ્રભાતના સૂર્ય જેવી સુર્વણકાંતિવાળા દેહ થકી સ્વર્ગલોકની ઉર્વશી અને અપ્સરાઓના સૌંદર્યના સમુહને રૂપ વડે જીતી લીધું છે, સૂર્યોદય અવસરે જેમ ચારે દિશા તેજસ્વી રશ્મિવડે પૂરાઈ જાય તેમ જેના દેહની પ્રજા સમસ્ત દેવલોકની દિશાઓમાં પ્રસરી ગયેલ છે, વનકેસરી સિંહવાહન ઉપર આરૂઢ થયેલ, સર્વ અંગોથી સુંદર, બહુમુલ્યવાન મણિ-સુવર્ણરત્નાદિ આભૂષણોથી વિભૂષિત થયેલ, અનેક દેવ-દેવીઓ વડે ઉપાસના કરાતી, એક બાળક ખોળામાં અને એક બાળક સમીપ ઉભો છે તેમ બે બાળકોથી અલંકૃત, ચારભુજાધારી, જેમાં જમણા બે હાથમાં પાશ અને ડાબા બે હાથમાં આંબાની લૂમ ધારણ કરેલ, સુવર્ણવર્ણય, વરદાન આપવામાં પ્રવિણવાણીવાળી, એવા અચિન્ય પ્રભાવવાળી અંબિકાદેવીને નિહાળી તેના છડીદાર રૂપે રહેલા બે દેવો પૂછે છે. તે સ્વામિની! પૂર્વભવમાં આપે એવા તો શું તપ કર્યા? દાન દીધું? તીર્થ ભક્તિ
::::::
:::
:
:
:
:
:
:::
::
:::
:::
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org