________________
Fist1.
k
Ev1iiizza1:15:કા!
it! wifi-iii
-13:11:1+રાજા+satrikininirisianita
r
-shirt:-
મા
વર્તમાન શ્રીનેમિનાથ જિનાલયનો ઇતિહાસ ગુર્જરદેશના પાટણ નગરની જાહોજલાલી તે અવસરે કંઈક ઓર જ હતી. આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજ સાહેબના ઉપદેશથી પાટણથી ગિરનાર અને શત્રુંજય મહાતીર્થનો છ'રી પાળતો પદયાત્રા સંઘ નીકળ્યો હતો. શ્રી સંઘે આચાર્યભગવંત સહિત વણથલી (વંથલી) ગામની પાદરે પડાવ નાખ્યો. સંઘના નરનારીઓ સ્નાનાદિવિધિ પતાવી બહુમુલ્ય વસ્ત્રાદિ પરિધાન કરી, રત્નજડિત આભૂષણ ધારણ કરી પરમાત્માના જિનાલયમાં દર્શન-પૂજાદિ પરમાત્મભક્તિમાં લીન હતા, સંઘપતિ પાસે પણ ઘણું ધન હતું. આ બધું જોઇને સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી હતી. તેણે પાટણના આ ધનાઢય યાત્રાસંઘને લૂંટવાનો ઈરાદો હતો. તેથી તેને પુષ્કળ ધન અને સોના-ઝવેરાતના દાગીના મળવાની મોટી આશા હતી.
વાંદરાને નિસરણી મળે તેમ તેના કુસંગે પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન ! તારા પ્રચંડ પુણ્યપ્રતાપે આજે ગુર્જરદેશના પાટણનગરનું ઘણું ધન-લક્ષ્મી તને સામેથી ચાંલ્લો કરવા આવી હોય તેમ તારા આંગણે આવી છે. રાજનું આ સંઘને લૂંટી લે! જેનાથી તારો ધનભંડાર છલકાઈ જશે.” પાસવાનની આ વાતો સાંભળી રાજાનું મન પીગળી ગયું અને સંઘનું સર્વસ્વ લૂંટી લેવાના મનોરથ જાગી ઉઠયા પરંતુ રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર તેના મસ્તકે તોળાતો હતો. ધનની લૂંટ ચલાવવા માટે ક્યો માર્ગ અપનાવવો તેની વિમાસણમાં પડી ગયો હતો. સંઘને લૂંટવાના દુષ્ટ આશયથી સંઘને એક દિવસ વધુ રોકાઈ જવાનો કીમિયો અજમાવ્યો. બીજા દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. તે દરમ્યાન આચાર્ય ભગવંતને રા'ખેંગારના દુષ્ટ મનનું પારખું થઈ ગયું તેથી આ મૃત્યુના બહાનાથી રાજમહેલમાં જઈને રા'ખેંગારને ઉપદેશ આપી નીતિના માર્ગે આગળ વધવા હિતશિક્ષા આપી. શ્રીસંઘ ત્યાંથી રવાના થઈ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી પાછો પાટણ પહોંચી ગયો.
પાટણ નરેશ રાજા સિદ્ધરાજને રાખેંગારના આ દુષ્ટ વિચારોના સમાચાર મળતાં તેણે સોરઠ દેશ ઉપર ચઢાઈ કરીને સં.૧૧૭૦ માં રા'ખેંગારને હરાવીને જીવતો પકડીને પાંજરામાં પૂર્યો અને કાયમને માટે તેની પાશવીલીલાનો અંત આવ્યો. તે અવસરે મહારાજા સિદ્ધરાજનો મંત્રી સર્જિન ઉંદિરાથી ખંભાત જતો હતો ત્યારે વચ્ચે સકરપુર નામના એક ગામમાં ભાવસારને ત્યાં ઉતર્યો હતો. ભાવસારના ઘરમાં કડાઈમાં સોનામહોરો ભરેલી હોવા છતાં કોઈ પણ કારણસર તેને તે કોલસા જ છે તેવું સમજતો હતો. સજજન મંત્રીએ પૂછયું કે, “ભાઈ ! આ સોનામહોરો આમાં કેમ રાખી છે?” ભાવસારે સજજન મંત્રીને પુણ્યવાન માનીને તે બધી સોનામહોરો તેને સોંપી દીધી. સજ્જનમંત્રી પણ પારકું ધન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા હોવાથી તે સોનામહોરો રાજા સિદ્ધરાજને અર્પણ કરી દે છે. રાજા પણ સજજનમંત્રીનું નામ તેવા ગુણવાળો, શુદ્ધ નૈતિક ભાવનાવાળો શ્રાવક જાણી ખૂબ ખુશ થયો અને તેને
::::::::::::::::::::::::::::::::x::x::x
:x: Irririri remittirrit::::::
::::::::
TITLE
:::
:
::
:
:::
::
:
T
:::::::::::::::
ET
:
Esrary.org