________________
૧૧) વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખૂબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગપૂંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જ્યારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું.
૧૨) આ ગિરનારની ઔષધીના અચિન્ત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરૂષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતાં
હતા.
૧૩) એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હાવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગર્વનરને આશ્ચર્ય પમાડી દીધા હતાં.
૧૪) ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે.
આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળા અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સંભવ છે.)
૧૫) ઇ.સ. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઇ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઉંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી.
૧૬) એકવાર એક બાવાએ જંગલમાં કોઇ રસકૂપિકાની શોધ કરીને તેમાંથી રસ લઇને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઇ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળ્યો હતો. સોનીના ઘરમાં જયાં જયાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઇ હતી આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઇ પત્તો ન લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.janmalibrary.org