________________
દર્શન-પૂજન-સ્પર્શનનો લાભ પામી શકે. ત્યારબાદ તેઓશ્રીના અથાગ પુરુષાર્થથી સહસાવનમાં જગ્યા મેળવી કેવળજ્ઞાન કલ્યાણકના પ્રતિકરૂપે સમવસરણ મંદિરનું નિર્માણ થયું.
સમવસરણ મંદિર :- (શ્રી નેમિનાથ ભગવાન-૩૫ ઇંચ)
આ સમવસરણ મંદિરમાં ચૌમુખજીના મૂળનાયક તરીકે શ્યામવર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ ચૌમુખજી પ્રભુજીની પ્રતિષ્ઠા વિ.સં.૨૦૪૦ ચૈત્ર વદ-પાંચમના દિવસે પ.પૂ.આ હિમાંશુ સૂરિ મહારાજ સાહેબ, પ.પૂ.આ.નરરત્નસૂરિ મહારાજ સાહેબ, પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ તથા પ.પૂ.પં.હેમચન્દ્ર વિજયજી ગણિવર્ય આદિ વિશાળ સાધુ સાધ્વી સમુદાયની પાવન નિશ્રામાં થયેલ છે.
આ સમવસરણ જિનાલયમાં પ્રવેશ કરતાં જ સામે સમવસરણના પગથિયાંને જોઇ સાક્ષાત્ પ્રભુના સમવસરણમાં પ્રવેશ કરતાં હોવાના ભાવો પ્રગટ થાય છે. સમવસરણના પગથિયાં ચઢી ઉપર જતાં મધ્યમાં અશોક વૃક્ષની નીચે ચૌમુખજી પ્રભુજીના બિંબોને નિહાળતાં હેયું પુલકિત થાય છે. આ સમવસરણની સન્મુખના રંગમંડપમાં ગતચોવીસીના દસ તીર્થંકર સમેત શ્યામવર્ણીય શ્રી નેમિનાથ પરમાત્મા તથા તેની સામે આવતી ચોવીસીના ચોવીસ તીર્થંકર સમેત પીતવર્ણીય શ્રી પદ્મનાભ પરમાત્માની નયનરમ્ય પ્રતિમાઓ પધરાવેલ છે. અન્ય રંગમંડપોમાં જીવિતસ્વામી શ્રી નેમિનાથ ભગવાન તથા સિદ્ધાત્મા શ્રી રહનેમિજીની પ્રતિમાઓ, વિશિષ્ટકલાકૃતિયુકત કાષ્ઠનું સમવસરણ મંદિર તથા દરેક રંગમંડપમાં શ્રી નેમિપ્રભુના ૬-૬ ગણધર ભગવંતોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જિનાલયમાં પ્રવેશતાં રંગમંડપમાં ડાબે-જમણે અનુક્રમે શ્રી નેમિનાથ ભગવાનના શાસનઅધિષ્ઠાયક શ્રી ગોમધયક્ષ તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમાઓ બિરાજમાન છે. અન્ય રંગમંડપોમાં પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબના વડીલપૂજ્યોની પ્રતિકૃતિ તથા પગલાં પધરાવવામાં આવેલ છે.
સમવસરણની પાછળ નીચે ગુફામાં શ્રી નેમિનાથ પરમાત્માની અત્યંત મનમોહક પ્રતિમા (૧૧ ઇંચ) પધરાવવામાં આવેલ છે. જ્યાં અનેક મહાત્માઓ અનેક દિવસો સુધી અઠ્ઠમ આદિ તપશ્ચર્યા સમેત વિશિષ્ટ જાપની આરાધનાઓ કરી ગયા
Jain Education in
(૧૦૭
-11-11
brary.org