________________
&
અર્વાંજલિ - પૂ. પાદ સંયમ–તપમૂર્તિ પ્રશાંતવિદુષી પ્રવતિની ૫ સ્વ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજશ્રીને! | પ્રશાંત, સંયમમૂર્તિ સાથ્વી રત્ન !
બાલ્યકાળમાં પરમ પુનિત પ્રવજયા સ્વીકારી ત્યાગ વૈરાગ્ય, સંયમ, સ્વાધ્યાય ને તપ, તિતીક્ષા ઇત્યાદિ જ ગુણગણથી આપે નિજજીવનને ધન્ય બનાવ્યું છે. કરૂણાભાવિત-માધુર્યભરેલું આપશ્રીનું સ્વચ્છ સ્ફટિક સમ નિર્મળહૃદય પ્રસન્ન મધુર સદાયે સ્મિત વેરતી આપશ્રીની મુખાકૃતિ ભક્ત હૃદમાં હજુ પણ અવિસ્મરણીય રહી છે. જૈન શાસનનાં અલંકાર પૂજ્યશ્રી !
૧૩ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, ૪૦ વર્ષને છે નિર્મળ ચારિત્રપર્યાય પાળી નિજજીવનને ધન્ય
બનાવી આપશ્રીએ જૈનશાસનની અનુપમ પ્રભાવના વિસ્તારી છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી અપૂર્વ છે જાગૃતિપૂર્વક આરાધના કરી, મૃત્યુને પણ મહેન્સવરૂપ બનાવી આપશ્રી અમર બન્યા છે ) તપ, ત્યાગ તથા સંયમી જીવનની સુવાસથી મઘમઘતે વિશાળ સાથ્વી પરિવાર જનશાસનનાં ચરણે સમપી આપશ્રી દિવ્યધામ ભણી સંચર્યા છે, આપશ્રીને તે પ્રભાવશાશ્રી મહાન આત્માને ભક્તિભાવભરી અમારી આ અર્ધાજલિ પૂજ્યશ્રી ક્યાં છે ત્યાં સ્વીકારશે!
&
૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org