________________
૧૮૩
સફળતાનાં સંપાનઃ
સુધરવું એટલે સર્વ કાળમાં સર્વ પ્રકારે સુંદર એવા ધર્મનું હૈિયામાં ધ્યાન ધરવું, ન્યાયના પક્ષકાર બનવું. દયાના પાલક બનવું, દેવ-ગુરુના ઉપાસક બનવું. ત્યાગને રાગ કેળવ, રાગને ત્યાગ કેળવ. નાશ પામનારા પદાર્થોના મેહમાં મૂઢ બનીને અણમેલ ગુણ–
રને તેની પાછળ નાશ ન થવા દે. સાધુ પુરુષોની સેવા કરવી, માતા-પિતાનું બહુમાન જાળવવું. લોકવિરૂદ્ધનું કામ ન કરવું.
આ સુધારો સહેલ નથી. તેના માટે જરૂરી ત્યાગ સંયમ, સહનશીલતા, દઢતા, પાપ પ્રતિકાર શક્તિ વગેરે ગુણ તમારે કેળવવા પડશે. તમે જે શાન્તચિત્તે વિચારશે તે તમને જણાશે કે કોઈ પણ કામ, પ્રારંભમાં તે અઘરું લાગે જ છે. અને ધીમે ધીમે ટેવાઈ જવાય છે, એટલે એજ કામ સહેલું પડે છે. તે તમારે તમારાં જીવનને હરામરાજ્યના વાતાવરણ પાછળ બરબાદ કરવું છે કે રામરાજ્યનું વાતાવરણ સર્જવામાં સાર્થક કરવું છે? તેને નિર્ણય તમારે તમારી જાતે કરવો જોઈએ પણ એ નિર્ણય પાછળ બેટે સમય ન બગાડશે.
આત્મનિરીક્ષણ
રાત્રે સૂતા પહેલાં તમે જે દિવસભરના સઘળા વ્યવહારનું ન્યાયધીશની આંખે નિરીક્ષણ કરો તે હું માનું છું કે તમે પોતે જ તે નિરીક્ષણ પછી તમારી જાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org