________________
૭૦
અહિંસાનું વિશેષપણે પાલન કરવું.
સત્યઃ વચન સત્ય બોલવાં, શક્ય તેટલું મૌન પાળવું..
અચૌર્ય : આ દિવસેમાં ખાસ પ્રયજન વગર વસ્તુ, ગ્રહણ કરવી કે ખરીદવી નહિ.
- બ્રહ્મચર્યઃ નવ વાડથી બ્રહ્મચર્યનું પાલન કરવું. આ નવ દિવસમાં અત્યંત જાગૃતિપૂર્વક મન, વચન, કાયાના ચોગની શુદ્ધિ જાળવવી.
પરિચડની મૂછ ઘટાડવી.
શક્ય હોય ત્યાં સુધી નિવૃત્તિસ્થાનમાં જઈને આરધના કરવી. સંસારની વાતચીત કરવી નહિ, નિઃસંશય અને નિસ્પૃહભાવે આરાધના કરનાર આરાધક શ્રીપાળમયણાની જેમ નવમા ભાવે મોક્ષ પામે કે છેવટે સમક્તિ પામી સમીપ મુક્તિગામી અવશ્ય થઈ શકે. અને આ જગતનાં સુખને પણ પ્રાપ્ત કરે છે.
વાસ્તવમાં આ નવપદ આત્મસ્વરૂપ છે. અરિહંત પદ આત્મામાં પ્રગટ થાય છે. સિદ્ધપદ-આત્મા સિદ્ધરૂપ છે, આત્મા સ્વરૂપાચરણરૂપ આચાર્યરૂપે છે. આત્મા આરાધક હેવાથી ઉપાધ્યાય, આત્મા સાધક હોવાથી સાધુ છે. આત્મા. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપસ્વરૂપ હોવાથી આ ચારે. પદ આત્માને પ્રગટ કરનારાં છે. અર્થાત્ નવપદ તે આત્માનાં છે.
નવપદજીની આરાધનાને કમ નવપદજીની આરાધનના ક્રમમાં સાધન અને સાધકની. શુદ્ધિ આવશ્યક છે. સાધ્ય તે શુદ્ધ છે. ત્રણેની એકતાથી. શ્રીપાળરાજાને પ્રથમ દિવસે જ તેને પ્રભાવ પ્રગટ થયેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org