________________
૫૭
વગેરે રાણીએ સુખમાં સમય પસાર કરી રહ્યાં છે. શ્રીપાળને વિશેષ પ્રકારે જવાબદારીનું કાર્ય ન હોવાથી સમયના સદ્ઉપયેગ કરી નવપદના ધ્યાનમાં નિરતર રક્ત રહે છે. અર્થાત્ દૈવી સુખ હાવા છતાં જીવનમાં સયમનું સ્થાન અગ્રિમતા પામ્યું છે.
પુણ્યાત્મા શ્રીપાળને ધનરૂપી લક્ષ્મી, રાજલક્ષ્મી અને કન્યારૂપી લક્ષ્મીએ, જાણે ધરા પર ખીજા કોઈ પુરુષ હાય નહિં તેમ તેમને શેધીને તેમના ચરણામાં સમર્પિત થઈ જાય છે. કાઇવાર પરાક્રમથી, વિશિષ્ટ કળાથી, કોઇવાર દૈવી સહાયથી એમ શ્રીપાળકુમાર અનુક્રમે આઠ પત્નીઓના સ્વામી થયા :
૧ ખખ્ખરકેટના મહાકાળ રાજાની કુંવરી મદનસેના ૨ રત્નસંચયા નગરીના નકકેતુ રાજાની કુંવરી મદનમંજૂષા
૩ ઢાંકણુદેશના રાજા વસુની કુંવરી મનમંજરી ૪ કુંડલપુર નગરના મકરકેતુ રાજાની કુ’વરી ગુણસુંદરી ૫ કંચનપુરના વજ્રસેન રાજાની કુંવરી શૈલેાકયસુંદરી ૬ દલપત નામના નગરની ધરાપાળની કુંવરી શુ'ઞારસુ દરી
૭ કોલ્લાગપુરના પુરંદર રાજાની કુંવરા જયસુંદરી ૮ સેાપારકના મહુસેનરાજાની કુંવરી તિલકસુ દરી, મયણાસુ દરી જેવી ગુણિયલ, રૂપવાન, સ્નેહાળ અને ચારિત્રશીલ પત્ની મળવા છતાં શ્રીપાળે આઠ કન્યાએ કેમ ગ્રહણ કરી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org