________________
એમ થાય, જ્યારે સંસારરસિક જીવોને સમય મળે તો આરંભસમારંભનાં પાપકાર્યો, પાપવિચારો અને વિકથાઓ કરવાનું મન થાય છે !
પૂ. હરિબેને બાળવિધવા થયા બાદ વિ. સં. ૧૯૭૩માં અમરેલીમાં બહેનો માટે જૈન પાઠશાળા શરૂ કરી અને એ બાળાઓ-બહેનો પાસે જૈનકોન્ફરન્સના એજ્યુકેશન બોર્ડની પરિક્ષાઓ અપાવી. આ રીતે સોળ વર્ષ સુધી પોતાના રોજીંદા જીવનમાં પણ નિત્ય સામાયિક, ઉભયટંક પ્રતિક્રમણ, પરમાત્મભક્તિ - પૂજા, આદિ નિયમિત ચાલુ હતું. વિ. સં. ૧૯૯૫માં કરાડ મુકામે (પુના પાસે) ૧. પાદ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પાતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામંચદ્રસૂરીશ્વરજી મ.સા.ની તારકનિશ્રામાં પૂ. હરિબાએ પ્રથમ ઉપધાનતપ કરી મોક્ષમાળાનું પરિધાન કર્યું હતું. સમ્યગ્દર્શનને નિર્મળ બનાવનારી શ્રી સિદ્ધગિરિરાજની નવ્વાણુયાત્રા, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, ગિરનારાદિ અનેક તીર્થોની યાત્રા, તથા શ્રી વીસસ્થાનક આદિ તપશ્વર્યાઓ તેઓએ પૂર્ણ કરી હતી અને જીવનપર્યંત ઉફાળેલું જ પાણી વાપર્યું હતું.
તેઓના નાની મોટી અનેક તપશ્ચાઓ અને સુકૃત્યોની અનુમોદનાર્થે મુંબઈ - વાલકેશ્વર શ્રી પાળનગરની આંગણે જીવતા જ વિ. સ. ૨૦૩૩ માં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન (શ્રી બાબુભાઈ કડીવાળા એ ભણાવેલ) પંચાણિકા મહોત્સવ પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજ જેઓ હાલ પન્યાસજી છે તેમની નિશ્રામાં ધામધુમથી ઉજવ્યો હતો.
પોતાના ઉપકારીગુરૂદેવ સુવિશાલગચ્છાધિપતિ વ્યા. વા. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International