________________
૪૦
આપ અમારી સાથે પધારે કાંકણુ દેશના પરાક્રમી વસુ રાજા તરફથી આપનું સ્વાગત કરવામાં આવે છે.’
એક દિવસ કોઈ નિમિત્તિકે રાજાને જ્યાતિષવિદ્યાથી ખુશ કર્યાં હતા, ત્યારે રાજાએ તેની પરીક્ષા કરવા પૂછેલું કે ‘મારી મદનમ’જરી કુવરીને યાગ્ય પતિ કયારે મળશે ? '
નિમિત્તિકે નિયત દિવસ અને સ્થાન ખતાવ્યાં હતાં, તેથી તે શુભ દિવસે અમે આજે તપાસ કરવા આવ્યા છીએ, અને અમારા સદ્ભાગ્ય છે કે નિમિત્તિકના કથન પ્રમાણે આપનો મેળાપ થયા છે. હવે આપ હાથીની અંબાડી પર મિરાજ અને રાજસભામાં ચાલે.’
રાજાએ પેાતાની સત્તાના પ્રભાવે એ ઘડીમાં તે શ્રીપાળના ભવ્ય સામૈયાની તૈયારી કરી લીધી. શ્રીપાળ દરબારમાં પધાર્યાં ત્યારે રાજાએ તેમને પેાતાની કન્યા મદનરેખાની સાથે વિવાહ માટે વિનંતી કરી. શુભ મુહૂતે શ્રીપાળ મદનરેખા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
રાજાએ પોતાની પુત્રીને દેવભુવન જેવા મહેલ અને અદ્ભુત સામગ્રી આપી, શ્રીપાળ માટે દેવી સુખા હાજર થઇ ગયા, એક રાત્રિના અશુભ યાગ કાંય ભાગી ગયા અને વળી સ્વર્ગીય સુખામાં સમય પસાર થઈ રહ્યો હતા. ત્યાં ધવળશેઠનું આગમન થયું. પૂર્વ હકીકતથી રાજા અજાણ હતા. શ્રીપાળના હસ્તે ધવળનું સન્માન થયું.
Jain Education International
પણ
ધવળનું કાળજું કેરાઈ ગયું.... આ શું?
For Private & Personal Use Only
www.jainelibrary.org