________________
થયું ન હતું. છતાં તે સજજન પુરુષ પત્નીના વચનને અનુસરવા તત્પર થયે.
નગરના દરવાજાની નજીકના મંદિરમાં તેઓ આવી પહેચ્યાં. જિનેશ્વર ભગવાનનાં ભાવથી દર્શન કરતાં બંને જણ સર્વ દુઃખ, સંતાપ અને શોક વીસરી ગયાં.
શ્રીપાલનું ચિત્ત સરળ હતું મયણાનું દિલ ભાવવાળું હતું પ્રભુવંદન ચંદનથી પણ શીતળ હતું.
બંનેનાં હૃદયમાં ભાવ ઊમટયા. મયણના મુખથી ઉદ્ગાર સરી પડ્યાઃ
“હે કરુણસાગર! આપ જ અમારા રક્ષક અને તરણતારણ છે. આપ અમારા શિરછત્ર છે. આપની ભક્તિ એ જ અમારે દુઃખમુક્તિને ઉપાય છે.
હે વિશ્વવત્સલ! આપ વંદનીય છે. પ્રાણીમાત્રને પૂજનીય છે. દેવેને દર્શનીય, સુને સેવનીય છો.
અમારા દિલને અનુપમ આદરણીય છે.
હે કરુણાનિધિ ! આ તમારાં બાળકો પર કૃપા કરી આત્મશ્રેયને માર્ગ બતાવશે. આપના ધર્મમાં અમે અનુરાગી બનીએ તેવું શ્રદ્ધાબળ આપજે.”
પ્રભુભક્તિમાં લીન બંને શાંત ચિતે ઊભાં થઈ પ્રભુને સઉલાસ નીરખી રહ્યાં હતાં. ત્યાં એક આશ્ચર્ય બન્યું. ત્યાં રહેલા અધિષ્ઠિત દેવની લબ્ધિથી, અને આ જીને પવિત્ર ભાવથી પ્રભના ક8માં રહેલી માળા અને શ્રીફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org