________________
મંગલમયી મયણા – શીલસંપન્ન શ્રીપાળ (ગણધર ભગવત શ્રી ગોતમ સ્વામીના કથાનુયાગ)
શ્રેણિક પૂછે છે,
સુખસામગ્રીની સમૃદ્ધિથી સંપન્ન તથા ધર્મથી શોભાયમાન રાજગૃહી નગરીના પવિત્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય જ્ઞાની શ્રી ગૌતમ ગણધર પધાર્યા હતા. મગધપ્રદેશના પ્રભુભક્ત મહારાજા શ્રેણિક સપરિવાર ઉપદેશના શ્રવણ માટે આવ્યા હતા. વળી અનેક નાગરિકે ધર્મસભામાં ઉપસ્થિત હતા.
ગૌતમસ્વામીએ જીને હિપદેશ આપતા શ્રાવકના ચાર પ્રકારના ધર્મને સમજાવ્યું. વળી કહ્યું કે હે મહાનુ ભાવે! તમે નવપદની આરાધના કરે, કારણ કે, એ આરાધાને શ્રી ભગવાને શ્રેષ્ઠ કહી છે. તે આરાધનાની ફલશ્રુતિ શાશ્વત સુખ છે માટે નવપદનું ધ્યાન કરવું. ગૌતમસ્વામીના શ્રીમુખે દેશનાનું શ્રવણ કરીને શ્રેણિક રાજાના મનભાવ અત્યંત ઉલ્લાસિત થતાં તેમણે પૂછયું કે, “હે ભગવંત! એ નવપદનું ધ્યાન કેવી રીતે કરવું ?
ગૌતમસ્વામીઃ “હે શ્રેણિક! પૂર્વે શ્રીપાળરાજા અને મયણાસુંદરી નવપદના ધ્યાનથી અનુક્રમે જે રીતે મોક્ષ પામ્યાં હતાં તે રીતે નવપદનું ધ્યાન કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org