________________
અંતરની વાત “મંગલમયી મયણાસુંદરી અને શીલસંપન્ન શ્રીપાળરાજા”
“ધર્મ રક્ષિત રક્ષિત” મંગલમયી મયણાસુંદરી અને શીલ સંપન્ન શ્રીપાળરાજા ની કથા ઉપરોક્ત ઉક્તને સાકાર કરે છે. જૈન, ધર્મમાં આગવું સ્થાન ધરાવતી આ કથાનું શ્રી સુનંદાબહેન વોહરાએ સંક્ષિપ્તમાં કરેલ સંકલન ખૂબજ સુંદર છે. તેઓએ આવી જ સુંદર શૈલીમાં અન્ય કથાઓનું પણ આલેખન કરેલ છે તથા કલ્પસૂત્ર કથાસાર, શાંતિપથ દર્શન, નવતત્વનો સરળપરિચય, મુક્તિ બીજ શું કરવાથી પોતે સુખી, ગૌતમ સ્વામી લબ્ધી તણા ભંડાર, સુખી જીવનની ચાવી તમારા હાથમાં વગેરે પુસ્તકોનું આલેખન કરેલ છે.
શ્રી સુનંદાબહેન વોહરાના પ્રવચનો અત્રે તેમજ | પરદેશમાં બહુ જ લોકપ્રિય થયેલ છે. અનેક લોકો તેમનાથી પરિચિત છે પ્રસ્તુત પુસ્તિકા વાંચવાથી આપણને તેઓનો વિશેષ પરિચય થશે.
આ કથા આપણને કર્મની ફિલસૂફી અને શ્રી નવપદજીનું મહત્વ સમજાવે છે. પંચ પરમેષ્ટિ સ્વરૂપે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ધર્મ સ્વરૂપે દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ, એ નવપદની આરાધના અવશ્ય કરવા યોગ્ય છે.
દાળા ગાખાપાવાનાનાપથારાણાનાના નાના નાના
wainniાનાનાગાકારોબારી