________________
OOOOOO
રાજકોટ રાજકારણના કાકા ન કરવા જનાર હાજર
જીવોને સંસાર અવસ્થામાં પણ પોતાની જીવનચર્યા વડે શિક્ષણ આપે છે. માતાપિતાની અત્યંત ભક્તિ તેમના હૃદયે વસેલી છે. અને માતાપિતા તો જાણે કુમારને માટે પ્રાણ પાથરે છે. તેમને બાળકને શિક્ષણ આપવાના કોડ જાગ્યા.
વર્ધમાનની નિશાળે ભણવા જવાની શોભાયાત્રા નીકળી. બીજા બાળમિત્રો પણ સુંદર વેશભૂષા સજીને આવ્યા. નગરમાં રાજમાર્ગેથી વાજતેગાજતે શોભાયાત્રા શાળાએ પહોંચી. રાજાના કુંવર શાળાએ આવવાનો હોય ત્યાં શાળા પણ રાજવંશીના ઠાઠથી ઓપતી હતી.
અવધિજ્ઞાની ભગવાન શિક્ષણ લેવા બેઠા. પ્રભુભક્તિમાં લયલીન બનેલા ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે અરે ! આ જ્ઞાનીને ઉપાધ્યાય શું ભણાવશે ? અને ઇન્દ્ર બ્રાહ્મણ પંડિતનું રૂપ ધારણ કરી ઘરતી પર પહોંચી ગયા. શાળામાં આવી બાળક વર્ધમાનને વ્યાકરણના પ્રશ્નો પૂછવા લાગ્યા. બાળવર્ધમાને તેના યથાર્થ પ્રત્યુત્તર આપ્યા. અને ઉપાધ્યાય તથા સૌની સમજમાં આવ્યું કે આ વર્ધમાન તો જ્ઞાની છે. પૂર્વનું જ્ઞાનબળ સાથે હતું ત્યાં વયની મર્યાદા શું બાધા પહોંચાડે ?
વર્ધમાનને શાળાએ જવા ઘોડે બેસાડ્યા ત્યારે એ બાળકે માતાપિતાનો વિનય જાળવ્યો. અને પોતે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયા છે તે જણાવી દીધું નહિ. જેનો અહં શમે છે તેને વિનયથી વિદ્યા પ્રાપ્ત હોય છે. માટે જેણે ધર્મ પ્રાપ્ત કરી સંસારસમુદ્ર તરી જવો છે તેણે વિનયની નાવમાં બેસી જવું, તે તમને પાર પમાડશે. વર્ધમાન બાળ છતાં જ્ઞાનવૃદ્ધ હતા.
યૌવનકાળનું ઓજસ માનવમાત્ર; બાળ, યુવાની અને વૃદ્ધાવસ્થાની સીમાને આધીન છે. સમયનો કાંટો વણથંભ્યો ગતિ કરતો રહે છે. જન્મને તે મૃત્યુમાં પરિવર્તિત કરે છે.
શિશુવય વટાવી વર્ધમાને યુવાનીમાં પ્રેવશ કર્યો. સૌંદર્યમાં યુવાની ભળી અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્ય. શારીરિક બળ પણ વિકસિત થયું. રાજવંશીની સઘળી કળાઓમાં નિપુણ થયા. કોઈવાર મિત્રો સાથે
હિતશિક્ષા ૨ ૬૯
SASSASSASCALADSAASSSSSSSSSSSSSSSSSSSSSSSSOOOOOOOOOOOOOOO
S
A
MANDADASOS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org