________________
ના નાના
માગાં ન હોય ? વળી ત્રિપૃષ્ઠકુમાર તો તે જ વખતે તલવાર કાઢીને દૂત તરફ ધસ્યો. અચલે વચમાં પડી તેને રોક્યો. પ્રજાપતિએ દૂતને રક્ષણ આપી વિદાય કર્યો. પણ યુદ્ધને નોતરું મળી ગયું.
જૈનશાસ્ત્રોની કથા પ્રમાણે તે તે કાળે વાસુદેવ અને પ્રતિ – વાસુદેવનો વૈરસંબંધ હોય છે. બંનેને યુદ્ધ થાય અને પ્રતિવાસુદેવ પરિશ્રમ અને પરાક્રમ કરી જે પૃથ્વીનો અધિપતિ થયો હોય તે સઘળું વાસુદેવ સાથે યુદ્ધમાં હારી મરણ પામી ભરેલું તૈયાર ભાણું વાસુદેવને સોંપતો જાય. કર્મની આવી વિચિત્રતા છે.
બંને પક્ષે યુદ્ધની નોબતો ગગડી. યોદ્ધાઓએ શુરાતનની તક ઝપડી લીધી. કંચનધિનાદિ) કામિની (સ્ત્રી) માટે પુરુષો કેવી સંહારલીલા આદરે છે. ત્રિપૃષ્ઠ તો પોતાના અતુલ બળ પર વિશ્વસ્ત હતો. અશ્વગ્રીવ પેલી ભાવિવાણીથી ચિંતિત હતો છતાં વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ તે પણ યુદ્ધ માટે તત્પર થયો.
બંને રણમેદાને પડ્યા. ભીષણ યુદ્ધ થયું. એક માનવની સત્તાલોલુપતાએ કેટલાયે માનવોને ધરતી ભેગા કર્યા. અરે ! ધરતી જ રક્તવર્ણી બની ગઈ. યુદ્ધને જાણે કોઈ આરો જ ન હતો કે શું? અસ્ત્ર ખૂટ્યાં, શસ્ત્ર બાકી ન રહ્યાં અને તો પોણ બંને લડતા રહ્યા. છેવટે અશ્વગ્રીવને જે દેવાધિષ્ઠિત ચક્ર મળ્યું હતું, તેના વડે જીતવાનો મનસૂબો થયો. અને તેણે તે શસ્ત્રને આંગળી પર ઘુમાવી ને ત્રિપૃષ્ઠ પર છેલ્લો પણ મરણિયો ઘા મારી દીધો. તે ચક્રરત્ન ત્રિપૃષ્ઠ પર પડ્યું. બેચાર પળ માટે ત્રિપૃષ્ઠને મૂછ આવી ગઈ. પરંતુ તે જ્યારે સભાન થયો ત્યારે તેણે તે જ ચક્રરત્નને પૂરા વેગથી ઘુમાવ્યું અને અશ્વગ્રીવ પર છોડ્યું. અશ્વગ્રીવ કંઈ વિચારે તે પહેલાં તો તે ચક્રએ પોતાના જ સ્વામીનું માથું ધડથી ઉડાવી દીધું. અશ્વગ્રીવ હણાયો. અને સાતમી નરકે કર્યા કરમ ભોગવવા પહોંચી ગયો.
રણમેદાનમાં વાસુદેવના વિજયનાદોથી આકાશ ગાજી ઊઠ્યું. લાંબા કાળથી ચાલતું યુદ્ધ શાંત થતાં સૌને નિરાંત થઈ, દેવો પણ રાજી થયા.
હિતશિક્ષા ૪ ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org