SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જ આ માર્ગે વાળે તો, પંચમકાળમાં હજી વીતરાગનું શાસન પ્રવર્તે છે. જ્યાં સન્માર્ગને પામવાના સાધનો અને વિધાનો દેશકાળ પ્રમાણે હોવા છતાં શાસ્ત્રમાં ગુપ્ત થઈને પડ્યાં છે, તેને મોકળાં કરે, પોતે તેવા માર્ગને આરાધે જીવોને તે માર્ગ દર્શાવે તો મહાવીરના શાસનની અનુપમ સેવા કરવાનો નિર્દોષ સુયશ પ્રાપ્ત થાય. યોગ્ય જીવો આ કાળમાં પણ સત્યગવેષક બની સન્માર્ગની કેડીએ ચડી જાય. ક્વચિત એવા આરાધક જીવોની સંભાવના આ કાળમાં છે, તેને વિશદ્ અને વિસ્તૃત કરવાનો હમણાં શુભયોગ પ્રવર્તે છે. સામાન્યપણે છેલ્લા થોડા સમયથી ધર્મક્ષેત્રે કંઈક જાગરણ જણાય છે. તેને જો આવો અભિગમ આપવામાં આવે તો આરાધક જીવો સત્યને પ્રાપ્ત કરી ભવસમાપ્તિનો લાભ પ્રાપ્ત કરી શકે. ભગવાન મહાવીરની દીક્ષાચર્યામાં તપ અને ધ્યાન એ રથનાં બે પૈડાં જેવાં હતાં. અર્થાત્ અભેદપણે બંનેનો અભિગમ ચેતનાની ધરી પર સહઅસ્તિત્વ ધરાવતો હતો. ભગવાનનું તપ એ આહાર સંજ્ઞાને અને સંસ્કારને નષ્ટ કરવાવાળું હતું. ધ્યાન એ કાર્મણશરીરને નષ્ટ કરવાવાળું હતું. જો કે સર્વ સાધકોને માટે જેને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તેને માટે મોક્ષનો માર્ગ એ એક જ પ્રકારે સાધ્ય છે. સાધના ભેદાભેદ છે, તેમાં સંસ્કાર પ્રમાણે વિવિધતા ભલે હોય, પરંતુ સાધ્યનું આખરી સાધન એક જ છે અને તે શુદ્ધધ્યાન – ઉપયોગ છે. જૈનનદર્શનમાં તપની પણ વિશિષ્ટતા છે. બાહ્ય-અભ્યતર બે પ્રકારનાં તપ કહ્યાં છે. તપસા નિર્જરા એ અદ્વિતીય સિદ્ધાંત છે. બાહ્યતા એ અત્યંતર તપની વાડ સમાન રક્ષક છે. તપની સહજતા જેને પ્રાપ્ત થઈ છે, જેને શરીરની વાસનાનો અને આહારનો સંસ્કાર છૂટી જાય છે તેને બાહ્ય કે અભ્યતરનો ભેદ નથી. પણ જેની દશા હજી ભેદવાળી છે તેને બાહ્ય તપ જરૂરી હોવા છતાં, તે પુણ્ય સુધી પહોંચાડે છે, અત્યંતર તપનો એકે એક પ્રકાર પૂર્ણતાનું નિમિત્ત બને છે અર્થાત્ કર્મક્ષય કરવા માટેનું કારણ છે. તેમાં ધ્યાન સર્વોત્કૃષ્ટ સાધન છે. જે ધ્યાનયોગી હિતશિક્ષા જ ૧૭૧ અલગ નનનનન ર મનનનનનનન નનનન ઇક રાહતના સમાનતાના માત seee eee eeee monsoon see 9 noonsooooooooooooooooooooooથવા વટવા વિજય વાજાવાળા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy