SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલનાં જંતુ, પશુપંખી ઘડીભર સ્તબ્ધ થઈ ગયાં. પ્રભુને શૂળરહિત કરી બંને મિત્રો પ્રભુને વંદન કરી, યોગ્ય શુશ્રુષા કરી નિશ્ચિત થયા. # હિતશિક્ષા : હે ચેતન ! કંઈ સમજાયું? તું કર્મ બાંધે છે ત્યારે એક પરિસ્થિતિ હોય છે. તેમાંય સત્તાના મદમાં છકેલો જીવ તો કર્મને ગણકારતો નથી. અને ભોગવવા વખતે સ્થિતિ બીજી જ સર્જાય છે. તેમાંય દુષ્કૃત્યનો બદલો તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળે છે. તેમાંય જો જીવમાં દોષદર્શનનો ગુણ હોય તો પ્રાયશ્ચિત્ત દ્વારા તે કર્મ હળવાં બને, પણ દોષને ઢાંકવાની મનોવૃત્તિ કર્મને દૃઢ કરવા પ્રેરે છે, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવું પડે છે. સાડા બાર વર્ષની આ કથની આપણું કાળજું કંપાવી દે છે. પ્રભુએ તો સમતાભાવે સહ્યું. પણ આપણા જેવા માનવ પાસે એવું બળ નથી, આપણે તો પાપભીરુ બનવું જ સારું છે. કોઈને અપશબ્દો વડે દૂભવીએ નહિતો પણ આપણાં કર્મો હળવાં બને. આપણું બળ ઓછું માટે આપણે કર્મોની સામે સાવધાન રહેવું. પ્રભુએ પ્રગટ કરેલા અહિંસા, અનુકંપા, કરુણા, સમતા અને મૈત્રીભાવના અંશો આપણા હૃદયમાં ધારણ થાય એટલું જ પ્રભુ પાસે માંગો. પ્રભુ તો આવા અનેક ગુણોના સાગર છે. તેનું એક બિંદુ આપણા જીવનમાં પડે તો આપણું આ જન્મ કાર્ય સરળ બને. એ બિંદુ પણ આપણા માટે સિંધુ બની જીવનને પ્રકાશમય પંથ બતાવશે. તુમ વિના કોઈએ નથી. સમતાથી ઉપસર્ગો સહ્યા વેણ કડવાં કોઈને, આપે કદીયે નવ કહ્યા, ધ્યાન આતમનું ઘર્યું (૨) બેધ્યાન નહીં જ લગીર રે. વિતરાગી વીરને ચરણે નમાવું શીશ રે. ત્રિશલાનંદન વંદુ તમને, મેરુ સમ મન ધીર રે. ૧૩૪ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy