________________
ન્યાયકુસુમાંજલિ.
[તૃતીયસુવર્ણનું બનાવેલ કટક, તદન-સર્વથા નવીનજ વસ્તુ ઉત્પન્ન થઈ એમ તે કહી શકાય નહિ. કટકને સર્વથા નવીન ઉત્પન્ન થયેલું છે ત્યારે જ માની શકાય કે જ્યારે કુડળની કઈ પણ વસ્તુ કટકમાં નજર આવી હેય. પરંતુ જ્યારે કુળનું તમામ સુવર્ણ કટકમાં આવી ગયું છે, માત્ર કુડળનો આકારજ બદલાય છે, તે પછી કટક તદ્દન નવીન ઉત્પન્ન થયેલ કહી શકાય નહિ; એવી જ રીતે કુડળને સર્વથા નાશ થયે એમ પણ ન કહી શકાય. કુણ્ડળને સંપૂર્ણ નાશ છે ત્યારે જ માની શકાય કે જયારે કુડળમાંની કોઈ પણ ચીજ નાશથી ન બચી હેય. જ્યારે કુરળમાંનું તમામ સુવર્ણ કટકમાં વિદ્યમાન છે, તે પછી કુડળને સર્વથા નાશ થયો એમ બોલવું વ્યાજબી નથી. આ ઉપરથી એમ સ્પષ્ટ સમજી શકાય છે કે કુણ્ડળને નાશ કુડળની આકૃતિના નાશ પૂરત છે અને કટકની ઉત્પત્તિ કટકને આકાર ઉત્પન્ન થયો તેટલાજ પૂરતી છે, જ્યારે એ કુંડળ અને કટકનું સુવર્ણ તે એકજ છે. અર્થાત કુડળ અને કટક એ એકજ સુવર્ણના આકાર-વિશેષ છે. આ ઉપરથી સમજી શકાય છે કે કુષ્કળને ભાંગીને બનાવેલ કટકમાં- કુડળરૂપે નાશ, કટકના આકારે ઉત્પત્તિ તથા સુવર્ણની સ્થિતિ એ ઉત્પાદ, નાશ અને સ્થિતિ (ધ્રવ્ય) એ ત્રણે ધર્મો બરાબર રહ્યા છે.
દૂધનું બનેલુ દહીં નવું ઉત્પન્ન થયું નથી. દૂધને જ પરિણામ દહીં છે. દૂધ રૂપે નષ્ટ થઈ દહીં રૂપે ઉત્પન્ન થયેલ પદાર્થ પણ દૂધની જેમ ગોરસ કહેવાય છે, એ સર્વને માલૂમ છે. અતએ ગેરસના આહારને ત્યાગ કરી બેઠેલ, દૂધ-દહીં ખાઈ શકે નહિ. આથી દૂધ અને દહીંમાં ગોરસરૂપે રહેલું સામ્ય બરાબર અનુભવી શકાય છે. આ પ્રમાણે સર્વત્ર સમજી રાખવાનું છે કે મૂળ તો આબાદ છે અને એમાં જે અનેકાનેક પરિવર્તન થતાં રહે છે અર્થાત પૂર્વ પરિણામને નાશ અને બીજા પરિણામને પ્રાદુર્ભાવ થતું રહે છે, તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થો ઉત્પાદ, નાશ અને સ્થિતિ ધર્મવાળા છે એમ સિદ્ધ થાય છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે, તેને જૈનશાસ્ત્રમાં પર્યાય' કહે છે. જે મૂળ વસ્તુ સદા સ્થાયી છે, તેને દ્રવ્ય” કહેવામાં આવે છે.
नो संयोगि-तदन्यभावयुगलं मूलस्य चाग्रस्य चाsवच्छेदेन यथाऽन्यदीयगुरुभिः कक्षीकृतं बाध्यते ।
240
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org