________________
તબ ] Nyaya-Kusumanji
ઉપર કહ્યા પ્રમાણે જુદી જુદી અપેક્ષાએ એક વસ્તુમાં સત્ત્વ ને અસત્વ એ ઉભય ધર્મો સ્વીકારવામાં વિચારશીલ વિદ્વાનને વધે હેય એમ સંભવતું નથી. છતાં પણ આ વાતને વિશેષ દૃઢ કરવા ઘટમાં સર્વ-અસત્વ ધર્મો કેવી રીતે રહ્યા છે તેનો વિચાર કરવામાં આવે છે. દરેક વસ્તુમાં સત્વ-અસત્વ ધર્મો છે એમ આપણે ઉપર કહી ગયા છીએ. અત્રે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત છે. જેમકે દ્રવ્યથી ઘટ માટીરૂપ છે, નહિં કે જળરૂપ અર્થાત ઘટ પિતાના દ્રવ્ય-માટીરૂપે સત્ છે, કિંતુ પારકાના દ્રવ્ય-જળરૂપે અસત છે. ક્ષેત્રથી મુંબાઈમાં રહેલે ઘટ મુંબાઈ ક્ષેત્રને છે, નહિ કે સુરતને, અથત આ ઘટ પોતાના ક્ષેત્ર-મુંબાઈ રૂપે સત છે કિન્તુ પારકા ક્ષેત્રસુરત રૂપે અસત છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ ઘટ પિતાની ઋતુને (કાળને) છે; નહિ કે કોઈ અન્ય ઋતુનો. અર્થાત આ ઘટ પિતાના વશીકાળરૂપે સત છે, કિન્તુ અન્ય કાળરૂપે અસત છે. ભાવથી ઘટ શુકલ વર્ણવાળે છે, પરંતુ આ સિવાય અન્ય વર્ણવાળો નથી; અર્થાત આ ઘટ પોતાના ભાવ શુકલવરૂપે સત છે, કિન્તુ પારકાના અન્ય ભાવરૂપે અસત છે.
સતમાં પણ સતપણને, તેમાં નહિ રહેલ વિશેષ ધર્મોની અપેક્ષાએ નિષેધ કરી શકાય છે. જેમકે લેખન કે વક્તત્વ શકિત નહિ ધરાવનાર એમ કહી શકે છે કે “હું લેખક તરીકે નથી. ” “ પતે વકતારૂપે નથી.” આ વચનપ્રકારોમાં “હું” કહેવું અને સાથે “ નથી ' કહેવું એ વ્યાજબી છે, કારણ કે હું પોતે સત છતાં મારામાં લેખન કે વકતૃત્વ શકિત નહિ હોવાથી તે શક્તિરૂપે હું નથી. અર્થાત્ તે અપેક્ષાએ અસત્ છું. આ અપેક્ષાએ મારામાં સતપણું રહેતે છતે પણ સતપણાને નિષેધ સંભવી શકે છે એમ દરેકથી સમજી શકાય છે. આ ઉપરથી દરેક વ્યકિતમાં સત્વ અસરવરૂપ ધર્મો સાપેક્ષરીતે સ્વીકારી શકાય છે એમ માનવું યુકત છે. આનું નામજ સ્યાદ્વાદ છે. વળી દરેક વ્યકિતમાં નિત્ય–અનિયત કેમ ઘરાવી શકાય છે, તે સમજાવવા સારૂ ઘટનું ઉદાહરણ આપવામાં આવે છે.
199
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org