________________
(૧૩૭). સંસારને, સંસારમાં કઈ કેઈનું નથી જે જીવ જેવા કર્મ બાંધે છે, તે જીવ તેવા કર્મ તેવી રીતે ભેગવે છે, માટે ૩ ચેતન ! તું વિચાર તે કર જે આ મનુષ્યનો જન્મ, આર્યદેશ, ઉત્તમકુલ, શ્રાવકનો અવતાર, વીતરાગ પ્રરૂપીતધર્મ, મહેટા પુન્યના ગે પામે તો હવે સંસારી વિષય સુખમાં લપટાઈ રત્ન ચિંતામણિ હાથમાંથી કેમ ફગાવી દે છે, તો પછી તારા આત્માની ગરજ કેમ સરશે. રે ચેતન ! તું કેણ માત્ર છે, ચારે ગતિમાં સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા ભવ કર્યા, નારકમાં દશ પ્રકારની મહાવેદના ભગવતો, આકંદ કરતા, ત્યાં તને શરણે રાખવા કોઈ સમર્થ હતું નહિ, ત્યાંથી કમજોગે નીકળી તીર્થમાં મહાભારનું ઉપાડવું, તાડન મારન, ભુખ તરશે ટાઢ તડકાનું વેઠવું, ત્યાંથી માઠા કર્મ ઉપાર્જન કરી, વનસ્પતિકાયમાં મફત વેચાણ ત્યાં તારૂ માન કયાં ગયું, ત્યાંથી શુભ કર્મોદયે તું દેવગતિમાં ગયે, ત્યાં પણ વિષય સુખમાં ગરકાવ થયો, એમ કર્મની બહુલતા કરી સંસાર સાગરમાં અનેક ભવ ભ્રમણ કરી પણ આત્માની ગરજ સારી નહિ જેબાહુબળજી માન રૂપી ગજ ઉપર ચડયા હતા તેમને માનતા સંજવેલો હતો, તેને બ્રાહ્મી સુંદરી જેવા સમજાવનાર મળ્યા તે વારે સમજ્યા, તે હે ચેતન ! તું તો અનંતાનુબંધી માને રહ્યો તે તારા શું હાલ થશે તને કેણ સમજાવશે.
હે ચેતન ! જરા જ્ઞાનદષ્ટિથી જે તો ખરે. ભરત ચકવત છ ખંડને સ્વામી, ચોસઠ હજાર સ્ત્રી, બત્રીસ હજાર મુગટબંધી રાજા જેની સેવામાં, ચૌદ રત્ન, નવનિધાન, અખૂટ ભંડાર, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાસી લાખ રથ, છતુ ક્રોડ ગામને અધિપતિ હતો. તેને પણ એવું વિચાર્યું કે, મારી રાજ્ય રિદ્ધિને ધિક્કાર છે, મારા વિષય સુખને ધિક્કાર છે, મારા પાટને ધિકાર છે, મારા ચક્રવર્તી પણાને ધિક્કાર છે, ધન્ય છે જે સુવ્રત પાળે છે તેને, ધન્ય છે જે દાન દીએ છે તેને, ધન્ય છે જે શિયળ પાળે છે તેને, ધન્ય છે જે વિતરાગની આજ્ઞા પાળે છે તેને, ધન્ય છે જે તપસ્યા કરે છે તેને ધન્ય છે, એમ અનેક પ્રકારે ભાવના ભાવતાં અરિસા ભુવનમાં કેવળજ્ઞાન કેવળ દર્શનને પામ્યા.
પણ હે આત્મા! તું એની બરાબરી કરીશ નહીં, એતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org