________________
( ૮ ). એટલે આઠ દાઢાના મળી છપ્પન ક્ષેત્રો થયા, તે છપ્પન અંતરદ્વીપ કહેવાય –તે ઉપરના પીસતાલીશ સાથે મેળવતાં એકને એક થયા, તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં બસને બે ગર્ભજ મનુષ્યના ભેદ થયા, અને તેને મળ મુત્રાદિક વૈદ સ્થાનકોમાં એક ને એક સમૂર્ણિમ સાત આઠ પ્રાણવાળા ઉપજે તે અપયોતા જ હોય, તે સર્વે મળી ૩૦૩ ભેદ થયા.
મનુષ્યપણુની મહત્વતા–દેવતા અને નારકી એ બે મરીને મનુષ્ય કે તીચમાં ઉપજી શકે, તેથી તેમની બે ગતિ ગણાય છે, અને તીર્થંચ મરીને નારકી, તીર્યચ, મનુષ્ય અને દેવતા એમ ચારે ગતિમાં જાય છે, તેથી તેની ચાર ગતિ ગણાય છે, અને મનુષ્ય મરીને દેવતા, મનુષ્ય, તીચ અને નારકી એમ ચારે ગતિમાં જાય, તેમ પાંચમી ગતિ જે મેક્ષ ત્યાં પણ જાય, તેથી મનેષભવની ઉત્તમતા ગણી છે.
એટલે ચાર ગતિમાં એક મનુષ્ય ગતિમાં જ મેક્ષ છે, મનુષ્યપણા શિવાય મેક્ષ નથી. કહ્યું છે કે
સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિરે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયે યુક્તિરે–૨૦
જુઓ આમાં શું કહ્યું “ચારિત્ર વિણ નહિ મુક્તિરે” તે ચારિત્રપણાની પ્રાપ્તિ મનુષ્યભવમાં જ છે, માટે આવું મનુષ્ય પણું પામીને પ્રમાદવશ ન થતાં, આત્મ સાધનમાં તત્પર રહેનાર ઉત્તમ પુરૂષને વારંવાર વંદન હે. | સિંધુ નદિની રેતીમાં મળી ગયેલું, વડ વૃક્ષનું બીજ જેમ મળવું મુશ્કેલ છે, તેમ મળેલ મનુષ્યભવ પ્રમાદવશે હારી જવાય તે, તે વારેવારે મળવો મુશ્કેલ છે, માટે આ મળેલા મનુષ્યભવમાં આત્મ સાધન કરવા ચુકવું નહિ, તેજ મનુષ્યપણને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org