________________
: ૧૮૫ :
એને બીજી રીતે ખુલાસે.. ૧ સફેત નવકારવાળી, સફેત વસ્ત્ર, સફેત કુલ, સફેત ફળ, અક્ષત,
સફેત નૈવેદ, સફેત આસનપર, ભેંય તળીયે બેસી ગણવાથી
મુક્તિને લાભ થાય. ૨ તેવીરીતે બધી વસ્તુ પીળી મેળવી, પૂજા કરે તથા મંત્ર ગણે
તે લક્ષ્મી મળે. ૩ તેવીરીતે બધી વસ્તુ લીલીથી પૂજા ને જાપ કરે તે; બુદ્ધિને
વધારે થાય ને કન્યાની પ્રાપ્તિ થાય. ૪ તેવીરીતે બધી વસ્તુ રાતીથી પૂજા તથા જાપ કરે તો, રાજા
વિગેરેને વશ કરી શકે. પ તેવી રીતે બધી વસ્તુ કાળીથી પૂજા તથા જાપ કરે તે, સાટણ
પાટણ વિગેરે કરી શકે. ૬ પૂજા કરતાં પત્રવટે, અથવા પરગી સીખેની પ્રતિમાઓની પૂજા
કરવાનું નવગ્રહ સ્તોત્રમાં ભદ્રબાહ સ્વામીએ કહ્યું છે. ૭ જે જે ગ્રહ નડતા હોય તેની શાંતિ વાસ્તે પણ, તેમાં કહ્યું છે કે જેવા ગ્રહના રંગ હોય, તેવી દરેક રંગની વસ્તુથી પૂજા કરવી. આ હકીત પ્રતિષ્ઠા વિધિ વિગેરે ગ્રંથથી સમજાય છે.
દરેક માસમાં ગણવાને સાર. દરેક નવકાર વિગેરે મંત્ર અથવા ભક્તામરના જુદા જુદા કલેકે ગણવાને સાર નીચે પ્રમાણે છે. ચેતર–મહીને ગણવું શરૂ કરે તે બહુ દ:ખ દાયક થાય. વૈશાખ-મહીને ગણવું શરૂ કરે તો રત્નાદિકથી લાભ થાય. જેઠ-માસમાં ગણવું શરૂ કરે તો મરણ તુલ્ય ભય ઉત્પન્ન થાય. અષાડ–માસમાં ગણવું શરૂ કરે તે કલેશ ઉત્પન્ન થાય. શ્રાવણ-માસમાં ગણવું શરૂ કરે તો સર્વે કામ સિદ્ધ થાય. ભાદરવા-માસમાં ગણવું શરૂ કરે તે સુખ થાય કે ન પણ થાય. આ-માસમાં ગણવું શરૂ કરે તો ધન તથા પુત્રને લાભ થાય. કારતક-માસમાં ગણવું શરૂ કરે તો નાનો અથવા સોનાથી લાભ થાય માગસર–માસમાં ગણવું શરૂ કરે તે પુન્યને ઉદય થાય. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org