________________
: ૬૨ :
થઈ શકે નહિ, કે જે ભારે સંકટમાં આવી પડ્યા છતાં અખંડ શીલને રાખી શકે છે. (જેના માટે રેપાયેલ શનિનું પણ સિંહાસન થયું.) .
બ્રાહ્મી, સુંદર, સુનંદા, ચિલણ, મનેરમા, દમચંતી, ચંદનબાલા, અંજના, મૃગાવતી, વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ થયેલી મહાસતીઓ સુખશાંતિ આપો.
સતી દ્રોપદીના દુર્યોધને સભા મધ્યે ચીર તણાવ્યા ત્યાં પણ તેના શીલના પ્રભાવથી એકસોને આઠ ચીર પુરાણું અહો ! શીલને કે પ્રભાવ ?
અચંકારીભટાનું અદભુત ચરિત્ર સાંભળીને સ્વશીર્ષ (મસ્તક) કેણ ન ધુણાવે? કે જેણએ ભિલપતિએ અત્યંત કદર્થના કર્યા છતાં અડગપણે સ્વશીલને અખંડ સાચવી રાખ્યું.
વિજયશેઠ અને વિજયાશેઠાણના શીલનો મહિમા સર્વ કઈ જાણે છે. ગમે તો નિજ મિત્ર, નિજ બંધુ, નિજ તાત, નિજ તાતને તાત કે નિજ પુત્ર હોય, પણ જે કુશીલ હોય તો તે લેકેને પ્રિય થઈ શકશે નહિ.
બીજાં બધાં વ્રત ભંગ થયાં હોય તો તેને ઉપાય કાંઈને કાંઈ આલેચના નિંદા પ્રાયશ્ચિતાદિક રૂપ હોઈ શકે પણ, પાકા ઘડાને કાંઠા સાંધવાની પેરે ભાંગેલા શીલને સાંધવું દુર્ધટ દુઃશક્ય છે.
નિર્મલ શીલનું રક્ષણ કરનાર ભવ્યાત્મા, તાલ, ભૂત, રાક્ષસ, કેસરીસિંહ, ચિત્રા, હાથી અને સપના દર્પ (અહંકાર) ને લીલા માત્રમાં (જોતજોતામાં) દળી નાંખે છે. * જે કઈ મહાશયે સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધિપદને પામ્યા છે. વર્તમાન કાળમાં (મહાવિદેહાદિક ક્ષેત્રમાં) સિદ્ધિ પદને પામે છે અને ભવિષ્ય કાળમાં ભરતાદિક ક્ષેત્રમાં પણ સિદ્ધિપદને પામશે, તે આ પવિત્ર શીલને જ પ્રભાવ જાણ. ઉત્તમ શીલ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ની પ્રાપ્તિ કરનારની અવશ્ય સિદ્ધિ થાય છે, શીલ ચારિત્રનું આવું ઉત્તમ માહાસ્ય શાસકારેએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઈ ભવ્યજનોએ (સહ : ૧ આ બે ધર્માત્માએ કચ્છદેશે ભદ્રેશ્વરના રહીશ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org